અન્ય રાજ્યો એક સમયે વધુ ગુનાખોરી માટે જાણીતા હતા તેની જગ્યાએ હવે ગુજરાતમાં ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે.
ઈસુદાન ગઢવી ફરી એકવાર વિધાનસભા બાદ લાઈમ લાઈટમાં નિવેદનને લઈને સામે આવ્યા હતા. ગુજરાતના આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પર કર્યા આકરા પ્રહારો.પોલીસ જ જાસુસ છે.આઈપીએસની જાસુસી કરે શું ગુજરાત મોડલ છે તેમ કહ્યું હતું. આ સાથે તેમણે વધુ ગંભીરતાથી ટીપ્પણી કરતા કહ્યું કે, પોલીસ જ અરવલ્લી જેવા વિસ્તારમાંથી દારુની ખેપ કરતી પકડાઈ રહી છે.
આમ આદમી પાર્ટીના અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, પોલીસ જ દારુનો વેપલા સાથે જોડાયેલી 2 પોલીસ કર્મચારી 15 પોલીસ કર્મચારીની જાસૂસી કરે છે. આ સાથે તેમણે ગઈકાલે પોલીસ કર્મચારીઓની જાસુસીને લઈને વધુ સવાલ ઉઠાવતા કહ્યું કે, બુટલેગરોને 600 જેટલા લોકેશન મોકલાયા હતા તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ જ જાસુસી કરે છે શું ગુજરાત મોડલ છે. બિહાર જેવા રાજ્યો એક સમયે વધુ ગુનાખોરી માટે જાણીતા હતા તેની જગ્યાએ હવે ગુજરાતમાં ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે.
આ સાથે તેમણે ગુજરાતમાં બની રહેલા અન્ય ગુનાઓને લઈને પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે, ગેંગરેપ અને હત્યાના બનાવો પણ ગુજરાતમાં વધી રહ્યા છે. બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની 6થી 7 ઘટનાઓ સામે આવી છે. જ્યાં બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય.