Mitram News
તાજા સમાચારભાવનગરમુખ્ય સમાચારસતર્ક મિત્રમસમાજ મિત્રમ

ભાવનગરમાં ઢોરની અડફેટે એક યુવાનનું મોત, રખડતા ઢોરનો ત્રાસ પાલિકામાં યથાવત

ભાવનગરના ત્રાપજ બંગલા પાસે રખડતા ઢોરની અડફેટે એક યુવાનનું મોત થયું છે. 

આ સમસ્યા ફક્ત ભાવનગર,રાજકોટ,અમદાવાદ,વડોદરા કે સુરતની જ નથી.પરંતુ સમગ્ર રાજ્ય અને માનવ જાતનીછે.ફક્ત સરકાર,રાહદારી નહિ પરંતુ પશુપાલકો એ પણ આ બાબતે જાગરૃખ થવું જરૂરી છે.

સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ભાવનગર મહાનગર પાલિકામાં રખડતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ છે. શહેરના લગભગ તમામ માર્ગો પર ઢોર બેઠેલા જોવા મળે છે. એક બાજુ પાલિકા ઢોર પકડવાની કામગિરી કરી રહી છે ત્યટારે બીજી તરફ રખડતા ઢોર જોવા મળતા અનેક સવાલો પણ તેને લઈને થઈ રહ્યા છે.

ત્રાપજ બંગલા પાસે એક યુવક કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે તેને રસ્તામાં આખલાના કારણે અકસ્માત નડ્યો અને યુવક ઘાયલ થયો. જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

ભાવનગર શહેરમાં રખડા ઢોરના કારણે લોકો ત્રસ્ત બન્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી રખડતા ઢોર મામલે કરવામાં આવી રહી છે.  ભાવનગરમાં ગત એક સપ્તાહમાં 500થી વધુ રખડતા ઢોર ડબ્બે પુરાયા છે. એટલે કે, રોજના 70 જેટલા રખડતા પશુઓ પકડવામાં આવી રહ્યા છે. મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. ત્યારે અગાઉ રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી હતી. ત્યારે ફરી આ ઘટના સામે આવી છે. જેમાં લોકોના જીવ જવા સુધીની ઘટનાઓ બની રહી છે. ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ ફરી લાલ આંખ રખડતા ઢોર મામલે કરાઈ હતી. જેમાં નગરપાલિકા અને મહાનગર પાલિકામાં કડકાઈ દાખવવામાં આવી રહી છે તે છતાં પણ રખડતા ઢોરથી જીવ લોકોના જઈ રહ્યા છે.

ખાસ કરીને ગુજરાતમાં રખડતા 50 હજાર આખલાઓના ખસીકરણની કામગિરી પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, કેમ કે, લોકો પર હુમલા કરવાની ઘટનાઓમાં આખલાઓ દ્વારા હુમલા કરવાની વધુ ઘટનાઓ સામે આવી હતી ત્યારે સર્વેના આધારે રાજ્યમાં આખલાઓની સંખ્યા સામે આવી હતી. જેની શરુઆક ગત સપ્તાહમાં જ કરાવવામાં આવી છે.

Related posts

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની લીલીઝંડી મળતાં જ ઇમીટેશન જ્વેલરી પાર્કના નિર્માણ માટે ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે.

mitramnews

બાઈક ઇવેન્ટ દરમ્યાન બાઈક સ્લીપ થઈ જતાં મહિલા કોન્સ્ટેબલ થયા ઘાયલ.

mitramnews

લાઠી ની સિકલ બદલી દેનાર ભામાશા નું મન મુંજાય તેવી તંત્ર ની નાલેશિ ભવાની ગાર્ડન સ્થાનિક તંત્ર ની બેદરકારી એ ડમ્પીગ સાઈડ બની રહ્યું

mitramnews

Leave a Comment