વિ.સં. 2079 મહા સુદ દશમને મંગળવાર તા.31/01/2023.
જસદણના વડોદમાં માતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાય જસદણ તાલુકાના વડોદ ગામે વીડીની સરકારી જમીન ઉપર કબ્જો કરી લીધા બનાવમાં આરોપી માતા-પુત્ર સામે લેન્ડગ્રેબિંગ એકટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં સરકાર તરફે દાખલ કરાયેલી ફરિયાદની વિગત મુજબ, જસદણ તાલુકાના વડોદ ગામે સીમ વિસ્તારમાં વીડીની સરકારી જમીન ઉપર લાંબા સમયથી ત્યાં જગદીશ દેવીપૂજક અને તેમની માતા નાથીબેનએ કબ્જો જમાવી રાખ્યો છે. તેવી જાણ થતા સરકારી તંત્ર દ્વારા જમીન ખાલી કરાવવાની પ્રકિયા કરાઈ હતી. પરંતુ જમીનનું દબાણ ખુલ્લું ન કરાતા દબાણ હટાવી લેવા અને કબ્જો છોડવાનું જણાવતા આરોપી માતા નાથીબેન અને પુત્ર જગદી ભાઈએ ફરિયાદીને અપશબ્દો કહી, ધાકધમકી આપી હતી. જમીનનો કબ્જો છોડયો ન હતો તે પછી જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કલેકટર સમક્ષ અરજી મુકાતા કલેકટરની સમિતિએ મંજૂરી આપતા પોલીસે આઈપીસી 504,114 અને એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસ દ્વારા માતા પુત્રની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે આગળ જસદણ પોલીસ દ્વારા તપાસ થશે