Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકીયરાષ્ટ્રીય

પરેશ રાવલે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા નિવેદનથી અભિનેતાની મુશ્કેલી વધી શકે છે.

વિક્રમ સંવંત 2079, મહા સુદ (12) બારસ.

ચૂંટણીમાં આપેલા નિવેદન પર પરેશ રાવલની મુશ્કેલી વધી છે. કોલકાતા પોલીસ સામે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં આજે સુનાવણી થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થયાને એક મહિના જેટલો સમય થઈ ગયો છે, પરંતુ બોલિવૂડ અભિનેતા અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ પરેશ રાવલનું ચૂંટણી નિવેદનને લઈને વિવાદ સામે આવ્યો હતો. પરેશ રાવલે કોલકાતામાં નોંધાયેલી એફઆઈઆર અને નિવેદન અંગે પોલીસના સમન્સ સામે હાઈકોર્ટનું સરણ લીધું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પરેશ રાવલે નિવેદન આપ્યું હતું. નિવેદન વાયરલ થયા બાદ સીપીએમ નેતાએ ફરિયાદ નોંધાવી હતી. આ પછી કોલકાતા પોલીસે FIR નોંધી હતી.કોલકાતા પોલીસના સમન્સ સામે પરેશ રાવલે હાઈકોર્ટનું શરણ લીધું હતું. પરેશ રાવલે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કોલકાતા હાઈકોર્ટના જસ્ટીસે આજે ગુરુવારે પરેશ રાવલની અરજી પર સુનાવણી કરશે. જો રાવલને કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેમણે કોલકાતા પોલીસ સમક્ષ હાજર થવું પડી શકે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિવેદનનો આ હતો સમગ્ર મામલો
પરેશ રાવલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે વલસાડમાં એક રેલીમાં કહ્યું હતું કે ગેસ સિલિન્ડર મોંઘા છે, તેના ભાવ ઘટશે, લોકોને રોજગારી પણ મળશે પરંતુ જ્યારે રોહિંગ્યા પ્રવાસીઓ અને બાંગ્લાદેશીઓ આવવા લાગશે ત્યારે તમે શું કરશો. શું તમને દિલ્હી ગમે છે? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધવા? આ નિવેદન બાદ કોલકાતા પોલીસે પરેશ રાવલ વિરુદ્ધ IPC ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

Related posts

મારુતિની આ કાર પર કસ્ટમર થયા ફિદા, તાબડતોબ મળ્યા 75000 થી વધુ બુકિંગ

mitramnews

27 લોકો નાની કારમાં સવાર થયા, ગિનિસ વર્લ્ડ રેકોર્ડે વીડિયો ટ્વિટ કર્યો

mitramnews

સમગ્ર દેશમાં 5 વર્ષમાં કુલ 6172 લોકોએ બનાવટી દારૂથી ગુમાવ્યો જીવ

mitramnews

Leave a Comment