Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારવલસાડસમાજ મિત્રમ

વલસાડની ભિલાડ ચેકપોસ્ટ દારૂની તીવ્ર વાસથી ગંધાઈ.

વિક્રમ સંવંત 2079, મહા સુદ (12) બારસ.

પોલીસે 2.96 કરોડના દારૂ-બિયર પર ફેરવ્યો રોડ રોલર. વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર બુધવારે દારૂ બિયરની બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોડ રોલર ફેરવી 2.96 કરોડના જથ્થાનો નાશ કર્યો હતો. ચેકપોસ્ટ પર દારૂ-બિયર નો નાશ કરવામાં આવતા આલ્કોહોલની તીવ્ર વાસ સાથે આ પ્રવાહીની નદી વહી હતી.

વલસાડ જિલ્લો એ લિકર ફ્રી સ્ટેટ ગણાતા મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને જોડતો ગુજરાતનો સરહદી જિલ્લો છે. આ વિસ્તારમાં દારૂની હેરાફેરી થાય છે. જેના પર વલસાડ જિલ્લા પોલીસ તવાઈ બોલાવી દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરે છે. આવી જ પ્રોહીબિશન હેઠળની કાર્યવાહી દરમ્યાન છેલ્લા એક વર્ષમાં વલસાડ જિલ્લાના વલસાડ સીટી, વલસાડ રૂરલ અને ડુંગરી પોલીસ મથક દ્વારા જપ્ત કરેલો 2.96 કરોડના દારૂના જથ્થાને બુધવારે ભિલાડ ચેકપોસ્ટ ખાતે લાવી તેના પર રોલર ફેરવી નાશ કરાયો હતો.

ભિલાડ ચેકપોસ્ટ ખાતે SDM, DYSP, ભિલાડ PSI અન્ય પોલીસ મથકના PI, PSI ની હાજરી માં વલસાડ સીટી પોલીસ મથક, વલસાડ રૂરલ પોલીસ મથક અને ડુંગરી પોલીસ મથકમાંથી દારૂને ટ્રકમાં ભરી ને લાવવામાં આવ્યો હતો. આ દારૂ બિયરના જથ્થાને જમીન પર પાથરી તેના પર રોલર ફેરવ્યું હતું. દારૂ-બિયરની બોટલો, ટીન પર રોલર ફરતા તેમાં રહેલા આલ્કોહોલ ની નદી વહેતી થઈ હતી.

Related posts

દરેક વ્યક્તિ ઈચ્છે છે, દેશની પ્રગતિ થશે; લક્ષ્મી-ગણેશ પર કેજરીવાલનો PM મોદીને પત્ર;

mitramnews

પોલીસે પીછો કરતા બુટલેગરો ફરાર, કારમાંથી મળ્યો 1.61 લાખનો દારૂ.

mitramnews

દેવભૂમિ દ્વારકા કોરિડોરના ફેઝ-1ના નિર્માણકાર્યનું જનમાષ્ટમી સુધીમાં ભૂમિપૂજન કરવામાં આવશે

mitramnews

Leave a Comment