વિક્રમ સંવંત 2079, મહા સુદ (12) બારસ.
ભરતી કૌભાંડોને લઈને સામાજિક કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક પછી એક મોટા આરોપો લગાવ્યા છે. યુવરાજસિંહ અનુસાર 2014 પછીની ભરતીઓની તપાસ સીટ-સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે મોટો આક્ષેપ એ પણ લગાવ્યો છે કે, વડોદરા-અરવલ્લી ગેંગ પેપરો ફોડે છે. કેતન બારોટ ભાસ્કર ચૌધરી કૌભાંડો કરે છે.
એલઆરડીમાં મનહર પટેલ નામનો વ્યક્તિ સંડાવાયેલો હોવાનો આક્ષેપ લગાવ્યો છે આ ઉપરાંત આરોગ્ય વિભાગની ભરતીમાં પણ કૌભાંડ થયા હોવાનો આક્ષેપ કર્યેો છે. ઉર્જા વિભાગમાં કૌભાંડ કરીને 300 લોકોને સેટ કરાયા છે. ભાસ્કરે ઉર્જા વિભાગમાં પણ કૌભાંડ કર્યું હોવાના તમામ આક્ષેપો યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા છે. ભાસ્કર ચૌધરી અને અવિનાશ પટેલે ઉર્જા વિભાગમાં પણ નોકરીનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ સામાજિક કાર્યકર યુવરાજસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ થકી કરવામાં આવ્યો હતો. અવિનાસની પત્નીનું સર્ટી બનાવટી છે, અવિનાસના સગાઓને પણ ઉર્જા વિભાગમાં લગાવવામાં આવ્યા છે તેમ યુવરાજે કહ્યું હતું. સહીતના કેટલાક અન્ય પરીક્ષાના કાંડમાં પણ જોડાયાનો આક્ષેપ કરાયો છે.
નવા કાયદા મુજબ 2014 પછીની ભરતીની તપાસ સીટ અને સીબીઆઈ પાસે કરાવવા માંગ કરી છે. વડોદરા પેપર લીક કૌભાંડમાં અરવલ્લીની ગેગં પેપર ફોડતી હોવીનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત અન્ય કેટલાક નામો પર પણ આરોપ લગાવ્યો હતો.
એક બાજુ પેપર લીક કૌભાંડોની તપાસ ચાલી રહી છે ત્યારે આ પહેલા પણ 9 જેટલી પરીક્ષાઓ રદ કરવી પડી છે તેવામાં યુવરાજસિંહે 2014 પછીની પરીક્ષાઓની તપાસ સીબીઆઈ અને સીટને સોંપવા માટે માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, આગામી સત્રમાં સરકાર કાયદો લાવી રહી છે ત્યારે પેપર લીક મામલે જે કાયદો આવશે તે અંતર્ગત તપાસ કરવા માટે યુવરાજસિંહ દ્વારા માંગ કરાતા મોટા આક્ષેપો નામ સાથે કરવામાં આવ્યા છે.