Mitram News
તાજા સમાચારપોરબંદરમુખ્ય સમાચાર

પોરબંદરમાં નિષ્ણાંતો દ્વારા જિલ્લાના યુવાનોને સાયબર ક્રાઇમ, ડિજિટલ બેન્કિંગ, યોગ, નશા મુક્તિ સહિતની જાણકારી અપાઈ

વિક્રમ સંવંત 2079, મહા વદ પડવો સોમવાર.

યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય, ભારત સરકાર હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા પટેલ સમાજ પોરબંદર ખાતે તારીખ ૦૧ ફેબ્રુઆરીથી ૦૩ ફેબ્રુઆરી સુધી ૩ દિવસીય “યુવા નેતૃત્વ અને સમુદાય વિકાસ” નિવાસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લાના યુવાનો જોડાયા હતા.

તા.૧ ફેબ્રુઆરીનાં રોજ પ્રથમ દિવસે  જિલ્લા યુવા અધિકારી મેઘા સનવાલ દ્વારા દીપ પ્રાગટ્ય અને યુવાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે પોલીસ સાઈબર ક્રાઇમ વિભાગનાં પી.એસ.આઈ સુમનબેન દ્વારા યુવાનોને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી હતી ત્યાર બાદ સાયકોલોજિસ્ટ મૌસમી મારું દ્વારા માનસિક સ્વાસ્થ્ય વિશે માહિતી આપવામાં આવી હતી ત્યાર બાદ “બેંક મિત્ર” એસ.બી.આઇ ટીમ દ્વારા  ડિજિટલ બેન્કિંગ સેવાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. બીજા દિવસે યોગ પ્રશિક્ષક માનસી નારણકાએ યોગ વિશે જાણકારી આપી હતી. તથા આપદા પ્રબંધનની માહિતી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઓફ હોમ ગાર્ડ દ્વારા આપવામાં આવી હતી. સોફ્ટ સ્કિલ્સ વિશે રિધી માખેચા દ્વારા માહિતી આપવામાં આવી હતી. જિલ્લા સમાજ સુરક્ષાથી આવેલા રૂપલ ભટ્ટ દ્વારા નશા મુક્તિ અને બાળ સુરક્ષા વિશે જાણકારી દેવામાં આવી હતી. જિલ્લા ક્ષય કેન્દ્રના ડૉ. સીમા બેન દ્વારા ટી.બી. વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

શિબિરનાં અંતિમ દિવસે નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગથી બચવા માટે શું કરવું વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ ૩ દિવસીય શિબિરમાં યુવાનો દ્વારા શારીરિક અને માનસિક  વિકાસને લગતી રમતો અને પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

શિબિરમાં નેહરુ યુવા કેન્દ્ર પોરબંદરનાં સ્વયંસેવક ચિરાગ સોલંકી, કાના ઓડેદરા, હિતેશ પરમાર અને કંદર્પ જોશી હાજર રહ્યા હતા. શિબિરમાં ઉપસ્થિત રહેનાર યુવાનોને સ્ટેશનરી કીટ, ખાદીનાં કાપડનું બેગ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર શિબિરનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર પોરબંદરનાં જિલ્લા યુવા અધિકારીશ્રી મેઘા સનવાલનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Related posts

વાત છે જેનો મતાધિકાર નથી એવા વિદ્યાર્થીઓ માટે 2018માં “પરીક્ષા પે ચર્ચા ” કાર્યક્રમ શરૂ કર્યો તેની.

mitramnews

વાપીમાં કનુભાઈ દેસાઈના હસ્તે સેન્ટર ફોર એક્સીલન્સ ખાતે 40 કિલોવોટ ના સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન, વર્ષે 3.20 લાખ ની વીજ બચત

mitramnews

કામરેજ તાલુકાના કઠોદરા ખાતે આવેલા સીતારામ ફાર્મ હાઉસમાં સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા રેડ કરી કુલ 11 જુગારીઓને ઝડપી લીધા

mitramnews

Leave a Comment