વિક્રમ સંવત 2079, મહા વદ ચોથ (4)
સૌથી વધુ ગુનાઓ મામલે સુરત શહેર ફરી એકવાર નંબર -૧ રહ્યું છે. શું આ ગર્વની વાત કહેવાય કે ચિંતાનો વિષય ?
વાહન ચોરી અને મોબાઇલ ચોરીમાં સુરત, અમદાવાદ સહિત મહેસાણા પણ પ્રથમ હરોળમાં છે. ગુજરાત મા સૌ પ્રથમ વાર ઇ એફઆઇઆર કોન્સેપ્ટ લોન્ચ થયો છે. જેમાં ફરીયાદો વધુ વાહન અને મોબાઈલ ચોરીની સામે આવી છે.
સુરતમાં સૌથી વધુ ૩૬૦ એફઆઇઆર
જુલાઈ ૨૦૨૨માં આ કોન્સેપ્ટ લોન્ચ થયા બાદ રાજ્યભરમાં છેલ્લા ૬ મહિનામાં કુલ ૧૭૬૩, ઇ એફઆઇઆર નોંધાઇ છે. સૌથી વધુ ઈ એફઆઇઆર વાહન ચોરી મામલે દાખલ થઈ છે. સૌથી વધુ ગુના નોંધાયા હોય તેવા પ્રથમ પાંચ શહેરોમાં સુરત મોખરે છે. સુરતમાં સૌથી વધુ ૩૬૦ એફઆઇઆર દાખલ થઈ છે.
સૌથી ઓછા ગુના નોંધાયા ડાંગમા
ત્યારબાદ અમદાવાદ , રાજકોટ , મહેસાણા, વડોદરા તેમજ ખેડા આણંદમા સૌથી વધારે ગુના નોંધાયા છે. સૌથી ઓછા ગુના નોંધાયા હોય તેવા શહેરોમા ડાંગ – આહવા પ્રથમ સ્થાને છે.
ઇ એફઆઇઆર મામલે પોલીસ કર્મી સામે લેવાઈ શકે છે પગલા
ઇ એફઆઇઆર મામલે સમય મર્યાદાની અંદર જાણી જોઇને વિગતો નહી લઇને એફઆઇઆર આપમેળે, કેન્સલ થઇ જાય તેવા પ્રયાસ કરનારા પોલીસ અધિકારીઓ સરકાર માટે મુસીબત બન્યા છે. આવા અધિકારીઓ સામે પગલા લેવાની રણનિતી તૈયાર કરાઇ રહી છે. કર્મચારી ને એક વાર શંકાનો લાભ અપાશે, ટ્રેનિંગ અપાશે, પરંતુ ત્યારબાદ પણ જો પોલીસ અધિકારી ઇ એફઆઇઆર મામલે જાણી જોઇને શરતચૂક કરશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવાશે. આવા કર્મચારીના પ્રમોશન રોકવાથી લઇને નોકરીમાંથી બરતરફ કરવા સુધીના પગલા લેવા પણ સૂચના અપાઈ છે.