વિક્રમ સંવત 2079, મહા વદ ચોથ (4)
ગુજરાતમાં દારૂબંધી છે. છતાં છાસવારે સુરત, અમદાવાદ, જામનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર જેવા અનેક સ્થળથી દારૂ નો જથ્થો ઝડપાય છે.
બાતમીને આધારે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં પોલીસે પીછો કરતા બુટલેગરો તેમજ કારનું પાયલોટિંગ કરતો અજાણ્યો બાઈક સવાર નાસી ગયા હતા પોલીસે કારની તપાસમા તેમાંથી 1.61 લાખની કિંમતનો 360 બોટલ દારૂ મળી આવ્યો હતો કુલ 4.61 લાખનો મુદ્દામાલ કબૂજે કરી ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગાંધીગ્રામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે સંજયનગરમાં રહેતો આલા સીદી રાડા. ઈવનગર રોડ તરફથી બાઈક પર દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતો હોવાનું તેમજ ભુપત પુંજા કોડીયાતર કારમાં દારૂ લઈ આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પીએસઆઈ જે.એમ.વાળા સહિતના સ્ટાફે વોચ ગોઠવી આ બાઈક સવારને રોકવાનો પ્રયાસ કરતા તે ધરમ અવેડા તરફ નાસી ગયો હતો. જ્યારે કાર ચાલક ભુપત પુંજા કોડિયાતરે પણ કાર પુર ઝડપે ભગાવી મૂકી હતી પોલીસે પીછો કરતા કાર સીટી બસ કોલોની શહેર નંબર બેમાં રોકાઈ ગઈ હતી અને કાર ચાલક ભુપત પુંજા કોડીયાતર અને એક અજાણ્યો શખ્સ તેમજ બાઈક પર પાયલોટિંગ કરતો આલા સીદી રાડા નાસી ગયા હતા. પોલીસે GJ-03-એફ કે-2660 નંબરની કારમાં તપાસ કરતા તેમાંથી 1.61 લાખની 360 બોટલ દારૂ મળી આવ્યો હતો પોલીસે કાર તેમજ દારૂ મળી કુલ 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થઈ ગયેલા ભુપત પૂંજા કોડીયાતર આલા સીદી રાડા અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી