Mitram News
અમરેલીતાજા સમાચારમુખ્ય સમાચારશિક્ષણ મિત્રમસમાજ મિત્રમ

આઈ.ટી.આઈ. અમરેલી ખાતે સ્કિલ એક્સપો-૨૦૨૩ અંતર્ગત ફર્સ્ટ મેગા સ્કિલ એક્ઝિબિશન યોજાયું

વિક્રમ સંવત 2079, મહા વદ ચોથ (4)

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્કિલ ઇન્ડિયા મિશન થકી, ભારતના યુવાઓની આંતરિક ક્ષમતાઓને બહાર લાવવાનો સફળ પ્રયત્ન  કરવામાં આવી રહ્યો છે. આજે ગુજરાતના યુવાઓ વિવિધ પ્રકારના કૌશલ્ય નિર્માણ દ્વારા સ્વરોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બની રહ્યા છે. આઈ.ટી.આઈ-અમરેલી ખાતે ‘સ્કિલ એક્સપો-૨૦૨૩’ અંતર્ગત ‘ફર્સ્ટ મેગા સ્કિલ એક્ઝિબિશન-૨૦૨૩’ યોજાયું હતું. વિવિધ ટ્રેડમાં તાલીમ મેળવતાં પ્રતિભાશાળી તાલીમાર્થીઓએ જાતે બનાવેલા મોડેલ્સ, ચાર્ટ અને ટુલ્સનું અદ્ભૂત પ્રદર્શન કર્યું હતું. આ ‘સ્કિલ એક્ઝિબિશન-૨૦૨૩’માં ડ્રોન ટેક્નોલોજી સંબંધિત ટ્રેડ કૌશલ્ય, સી.એન.સી ટર્નિંગ ઓપરેટિંગ અને પ્રોગ્રામિંગ ટ્રેડ કૌશલ્ય, મિકેનિક મોટર વ્હિકલ ટ્રેડ, વેબ ડિઝાઇન અને આઈ.સી.ટી સિસ્ટમ મેનેજમેન્ટ ટ્રેડ કૌશલ્ય, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને મિકેનિક રેફ્રીજરેશન, એર કન્ડીશનીંગ ટેક્નિશિયન સંબંધિત કૌશલ્ય, ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, સિવિલ એન્જિનિયરીંગ આસિસ્ટન્ટ, વેલ્ડર, ટર્નર અને ફિટર, વાયરમેન અને મશીનીસ્ટ કૌશલ્ય, મોટર વ્હિકલ મિકેનિક અને ડીઝલ એન્જિન મિકેનિક કૌશલ્ય, સુઈંગ ટેક્નોલોજી, પ્લમ્બર, ઇન્સ્ટ્રીઝ મશીન કૌશલ્ય અને ફાયર ટેક્નોલોજી સહિતના તાલીમાર્થીઓએ જાતે જ વેસ્ટમાંથી બનાવેલ લાઈવ મોડેલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મોડેલ્સ, ચાર્ટનું પ્રદર્શન નિહાળીને સૌ મુલાકાતીઓ પ્રતિભાવંત તાલીમાર્થીઓની પ્રતિભાથી અભિભૂત થયા હતા.

ધો. ૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી આ ‘સ્કિલ એક્ઝિબિશન-૨૦૨૩’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ભૂતપૂર્વ તાલીમાર્થીઓએ મેળવેલી સફળતાઓ વિશે માહિતી અને વિગતો આપી અન્યને પ્રેરણા પૂરી પાડી હતી. ‘સ્કિલ ઇન્ડિયા’ને વધુમાં વધુ વેગ મળી રહે કરવા માટે વિદ્યાર્થીઓને, આઇ.ટી.આઇ., અમરેલીનો સ્થળ પરિચય, સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયો સંબંધી માર્ગદર્શન, આઇ.ટી.આઇ કોર્ષ બાદ રોજગારી,  સ્વરોજગારીની તકો, તાલીમાર્થીઓને મળતા સરકારશ્રીના યોજનાકીય લાભો વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રેક્ટિકલી લર્નિંગનો કોન્સેપ્ટ તાલીમાર્થીઓમાં છુપાયેલ સ્કિલને આકાશી ઉડાન આપી રહ્યો છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કિલ ઇન્ડિયા મિશન અને આત્મનિર્ભર ભારતના વિઝનને લઇ એક સમયે કહ્યુ હતુ કે, Skill development of the new generation is a national need and is the foundation of Aatmnirbhar Bharat. આજે આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં દેશની આઇ.ટી.આઇ સંસ્થાઓ ઉમદા ભૂમિકા ભજવી રહી છે.

Related posts

શિયાળામાં ચીકી અને અડદિયા બજારમાં રૂપિયા 50 લાખ રૂપિયાથી વધુનો વેપાર, ગુજરાતમાં શિયાળુ વાનગીઓનો 250 કરોડનો ગૃહઉધોગ બિઝનેસ

mitramnews

વજન ઘટાડવા માટે વારંવાર ગરમ પાણી પીનારાઓ સાવધાન થઈ જાઓ, સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 મોટા નુકસાન

mitramnews

500 વર્ષ જૂના સપ્તશૃંગી માતાજીનું મૂળ અદ્ભુત સ્વરૂપ પ્રથમ નોરતે ભક્તો સામે આવશે

mitramnews

Leave a Comment