Mitram News
તાજા સમાચારમનોરંજનમુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમસમાજ મિત્રમ

દેવાયત ખવડની મુશ્કેલી વધી: કોર્ટે જામીન અરજી ફગાવી, જેલવાસ લંબાવ્યો

વિક્રમ સંવત 2079, મહા વદ અગિયારસ (11)

જૂની અદાવત ના કારણે ગરાસીયા યુવાન પર ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે થયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બે સાગરીતોની જામીન ઉપર છૂટવાની અરજી અદાલતે વધુ એક વખત ના મંજૂર કરતા ત્રણેય નો જેલવાસ લંબાયો છે. રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં જૂની અદાવતનો ખાર રાખી મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. બાદમાં હુમલાખોર દેવાયત ખવડ અને તેના સાગરીતો કાર લઈ નાસી છૂટ્યા હતા. હુમલામાં ઘવાયેલા મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કનો રબારી તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં નાસતા ફરતા હુમલાખોર દેવાયત ખવડ અને તેના બંને સાગરીતો પોલીસ સમક્ષ સરન્ડર થયા હતા. હાલ જેલ હવાલે રહેલા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતે ચાર્જશીટ બાદ જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ સરકારી વકીલ અને મૂળ ફરિયાદીના વકીલની દલીલોને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

Related posts

અમેઝિંગ LED બલ્બ સ્પાય કેમેરા છે! તમામ ગતિવિધિઓ પર રહેશે નજર!

mitramnews

જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ”ની કામગીરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર

mitramnews

રાજકોટના ભક્તિનગર તેમજ આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરતુ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.

mitramnews

Leave a Comment