Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

સુરતમાં ચોરી કરી ‘બંટી-બબલી’ નેપાળ ભાગ્યા, 14 વર્ષ બાદ મુંબઈથી ઝડપાયા.

વિક્રમ સંવત 2079, મહા વદ અગિયારસ (11)

શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે અને ઘણા સમયથી પોલીસથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરાઈ છે. જે હેઠળ સુરત પોલીસને મોટી સફળતા મળી છે. ચોરીના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપી પતિ-પત્નીને સુરત પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા છે. 

વર્ષ 2009માં દાગીના-રોકડની કરી હતી ચોરી 
મળતી વિગત અનુસાર, સુરત પોલીસને બાતમી મળી હતી કે, વર્ષ 2009માં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ત્રિકમનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ સાકરિયાના મકાનમાં કામ કરતો મૂળ નેપાળનો કાલુસિંહ ઉફે પદમ ઉર્ફે પ્રકાશ ટીકારામ ઉર્ફે પ્રેમ બહાદુર વિશ્વકર્મા અને તેની પત્ની સાજનબેન ઉર્ફે ધના કાલુસિંહ ઉર્ફે પ્રકાશ જે તે સમય મકાન માલિકના ઘરમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ મળી કુલ 1 લાખથી વધુની મતાની ચોરી કરીને વતન નેપાળ ભાગી ગયા હતા. ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા અને છેલ્લા 10 વર્ષથી મુંબઈમાં રહે છે. 

સુરત પોલીસની ટીમ મુંબઈ પહોંચી
આથી સુરત પોલીસની એક ટીમ બાતમીના આધારે મુંબઈ પહોંચી હતી અને આરોપી દંપતીને ઝડપી લીધા હતા. સુરત પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે આરોપીઓએ અન્ય કોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે. 

Related posts

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી માનનીય શ્રી મનોજ સોરઠીયા ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો.

mitramnews

સુરત-ઓલપાડને જોડતો નવો બ્રિજ ‘શોભાના ગાંઠિયા’ સમાન! નિર્માણકાર્ય પૂર્ણ થયાને 15 દિવસ થતાં છતાં બંધ, જાણો શું છે કારણ?

mitramnews

ઉકાઈ ડેમના અસરગ્રસ્તો અને સ્થાનિક બેરોજગારો રાજ્યના સીએમ,સાંસદ,ધારાસભ્ય તેમજ અધિકારીઓને રજૂઆત કરતા થાકી ગયા અંતે તાપી કલેકટરને આવેદનપત્ર આપ્યું

mitramnews

Leave a Comment