Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકીયસમાજ મિત્રમ

ભાજપના ધારાસભ્યોએ મોરચો ખોલ્યો, જાણો કોણે શું કરી છે માંગ

વિક્રમ સંવત 2079, ફાગણ સુદ પડવો, મંગળવાર.

15મી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડીને સાતમી વખત સત્તામાં પરત ફરનાર ભાજપ માટે તેના જ ધારાસભ્યો સરકારને લેટર લખી રહ્યા છે. ભાજપના ધારાસભ્યોના કેટલીક માંગને લઈને લેટરો પણ સામે આવી રહ્યા છે. કેતન ઈનામદારે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારા મામલે વિરોધ કરી આંદોલનની ચિમકી આપી છે તો હાર્દિક પટેલે કપાસના ભાવને લઘુત્તમ ટેકાના ભાવમાં સમાવવા કૃષિ મંત્રીને લેટર લખ્યો છે તો કુમાર કાનાણીએ પણ ખાનગી લક્ઝરી બસો મામલે રજૂઆત કરી હતી. 

હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય છે. તેમણે પત્ર લખીને ખેડૂતો માટે કપાસ મામલે વિગતવાર કૃષિ મંત્રીને લેટર લખ્યો છે. સંગઠનની કમાન ગુજરાતમાં સીઆર પાટીલ પાસે છે, જ્યારે સરકારનો ચહેરો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. ત્યારે તેમના જ ધારાસભ્યોમાં આ માંગ સરકાર સામે કરાઈ રહી છે. 

હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ટેકાના ભાવમાં દેશી કપાસનો સમાવેશ કરવાની માંગ કરી છે. પત્ર લખ્યા બાદ હાર્દિક પટેલે કૃષિ મંત્રીને મળ્યા બાદ પણ પોતાની વાત રાખી છે. 
હાર્દિક પટેલની માંગ છે કે ટેકાના ભાવમાં સ્થાનિક કપાસનો સમાવેશ કરવામાં આવે. કૃષિ મંત્રીને મળ્યા બાદ હાર્દિક પટેલે કહ્યું કે દેશી કપાસની MSP નક્કી નથી. કૃષિ મંત્રી રાઘવજી પટેલને લખેલા પત્રમાં હાર્દિક પટેલે જણાવ્યું છે કે દેશી કપાસ ઉગાડતા ખેડૂતોનું વેપારીઓ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે.

કેતન ઈનામદાર અને કાનાણીના પહેલાથી જ નિવેદનો સામે આવતા રહ્યા છે
ભાજપના ધારાસભ્ય રહીને પણ સુરતની વરાછા બેઠક પરથી જીતેલા કિશોર કાનાણીનો પત્ર સામે આવ્યો છે જેમાં સુરતમાં લક્ઝરી બસોની એન્ટ્રીનો મામલો છે. 

બરોડા ડેરીમાં પશુપાલકોને થતા અન્યાય અંગે કેતન ઇનામદાર વધુ એક વખત ખુલ્લેઆમ બોલ્યા છે. સોમવારે કેતન ઇનામદાર પણ થોડો સમય ધરણા પર બેઠા હતા. વડોદરાની કરજણ બેઠક પરથી જીતેલા અક્ષય પટેલ અને વાઘોડિયાથી અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ તેમની સાથે ધરણા પર બેઠા હતા. આવા સંજોગોમાં મોટો પ્રશ્ન એ છે કે જ્યારે તેઓ સત્તાધારી પક્ષના છે તો પછી વિરોધ પ્રદર્શન કરવાની શું જરૂર છે? 156 બેઠકો જીતીને સત્તામાં પરત ફરનાર ભાજપને વિપક્ષો કરતાં વધુ તેના ધારાસભ્યોની ગતિવિધિઓ પર ડેમેજ કંટ્રોલનો સામનો કરવો પડ્યો છે.

Related posts

હાઇકોર્ટનો આદેશ, કતલખાનાઓ કાયદાઓ અને ખાદ્ય સુરક્ષા ધોરણનું પાલન કરે…

mitramnews

ભેસાણ ચોકડી પાસેના ઈંટોના ભઠ્ઠામાંથી સળગેલી હાલતમાં નીકળેલ આધેડનું મોત થતા ચકચાર

mitramnews

કિમ જોંગની હરકતોથી પરેશાન પાડોશી દેશ, પહેલા ડ્રોન મોકલ્યા અને પછી મિસાઈલ છોડી!

mitramnews

Leave a Comment