Mitram News
અમદાવાદતાજા સમાચારમુખ્ય સમાચારરમત ગમત

ભારત અને ઑસ્ટ્રેલિયાની ’75 યર્સ ઓફ ફ્રેન્ડશિપ થ્રુ ક્રિકેટ’ ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી

વિક્રમ સંવત 2079, ફાગણ વદ બીજ ને ગુરુવાર.

⇒ રમત ગમત

ભારત અને ઑસ્ટ્રેલિયાની ’75 યર્સ ઓફ ફ્રેન્ડશિપ થ્રુ ક્રિકેટ’ની ભવ્ય ઉજવણી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીઝ એમપીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા.

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની અંતિમ મેચનો પ્રારંભ વિશ્વના સૌથી મોટા એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થયો.
ટેસ્ટ મેચના પ્રારંભ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ એમપીએ આ પ્રસંગે પોતપોતાના દેશની ક્રિકેટ ટીમના કપ્તાન અનુક્રમે શ્રી રોહિત શર્મા અને શ્રી સ્ટીવ સ્મિથને કેપ આપી જુસ્સો વધાર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને શ્રી એન્થની અલ્બનીઝે સ્ટેડિયમમાં હાજર હજારો ક્રિકેટરસિકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકોના હર્ષઘોષથી સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું હતું.
બન્ને દેશના વડાપ્રધાન અને સ્ટેડિયમમાં ઉપસ્થિત સહુ લોકો ભારત અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતના ગાનમાં સામેલ થયા હતા. રાષ્ટ્રગીત બાદ બન્ને દેશના વડાપ્રધાનોએ પોતપોતાના દેશની ટીમના પ્લેયર્સ સાથે હાથ મિલાવી ઉત્સાહ વધાર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને એન્થની અલ્બનીઝે બન્ને દેશોની 75 વર્ષની ક્રિકેટ મૈત્રીની ઝલક દર્શાવતી ગેલેરી પણ નિહાળી હતી.
બન્ને નેતાઓએ સ્ટેડિયમની પ્રેસિડેન્શિયલ ગેલેરીમાં બેસીને મેચની શરૂઆતની કેટલીક પળો પણ નિહાળી હતી.
મેચની શરૂઆત થાય તે પહેલાં ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ પરંપરાગત ગુજરાતી ગરબાની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રીઓ તથા રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, ઉપરાંત BCCIના સેક્રેટરી જય શાહ સહિતના પદાધિકારીઓ તેમજ અન્ય ગણમાન્ય અતિથિઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

cradmin

mitramnews

સુરત મહાનગરની-૩, સુડાની-૧ અમદાવાદ મહાનગરની-૧ ભાવનગરની-૧ પ્રિલીમીનરી ટી.પી ને મુખ્યમંત્રીની મંજૂરી.

mitramnews

Leave a Comment