Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારરાષ્ટ્રીયસતર્ક મિત્રમ

દમણ પોલીસે બુલેટ-પલ્સર જેવી મોંઘી બાઇક ચોરતા 5 યુવકોની ધરપકડ કરી

વિક્રમ સંવત 2079, ફાગણ વદ ત્રીજ ને શુક્રવાર

⇒ સતર્ક મિત્રમ

સંઘપ્રદેશ દમણ પોલીસે અલગ અલગ વિસ્તારમાં પાર્ક કરેલી બાઇકની ચોરી કરતી ગેંગના પાંચ યુવકોની ધરપકડ કરી છે. જેમની પાસેથી ચોરી કરેલા 2 બુલેટ, 2 સપલેન્ડર, 1 યમાહા ફસીનો, એક પલ્સર બાઇક કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે દમણ પોલીસે વિગતો આપી હતી કે, દમણના રહેવાસી એવા રાજેશકુમારે થોડા દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘરની બહાર પાર્ક કરેલી તેમની રોયલ એનફિલ્ડ બાઇક નંબર DD-03-J-7275 નંબરની બુલેટ બાઇકને કોઈ ચોરી કરી ગયું છે. પોલીસે આ બુલેટ બાઇક ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. આ ઉપરાંત વાહન ચોરીના આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં બાતમી અને ટેકનીકલ સર્વેલન્સના આધારે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલ બાઇક ચોરમાં દરાહન અને સુજન નામના આરોપીઓ ઘેલવાડ-ડાભેળ ડાભેલના રહેવાસી છે. પ્રતીક અને નીરજ નામના આરોપીઓ સોમનાથ ના રહેવાસી છે. જ્યારે આલમ નામનો આરોપી વરકુંડનો રહેવાસી છે. પોલીસે આ પાંચેય બાઇક ચોરને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 6 ચોરીની બાઇક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વડોદરાને મળ્યા નવા મેયર, 6 મહિના માટે નિલેશ રાઠોડની સર્વાનુમતે થઈ પસંદગી.

mitramnews

નાના વરાછામાં ધો.11માં ભણતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારનું હૈયાફાટ રુદન.

mitramnews

સાઈટીકામાં અગ્નિકર્મ, ને ચર્મરોગમાં જળો દ્વારા સારવારનું 12મી એ નિદર્શન

mitramnews

Leave a Comment