વિક્રમ સંવત 2079, ફાગણ વદ ત્રીજ ને શુક્રવાર
⇒ સતર્ક મિત્રમ, ભરૂચ-અંકલેશ્વર, આણંદ
ગુનાના આરોપીઓ આણંદ જીલ્લાના વાસદ વિસ્તારમાં હોવાની બાતમી મળતા ટીમ રવાના કરાઈ હતી જોકે આ તમામ આરોપીઓ રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગુનાની વધુ તપાસ અંકલેશ્વર શહેર “એ” ડીવી પો.સ્ટે.ના પી.એસ.આઇ. શ્રી આર.જી.પટેલ ચલાવી રહ્યા છે.
અંકલેશ્વર પોલીસે સસ્તી કિંમતે સોનુ વેચવાના નામે લોકોને ઠગતી ટોળકીને ઝડપી પાડી 1 મહિલા સહીત 6 લોકોની ધરપકડ કરી છે. ટોળકી હાથની સફાઈમાં માહિર છે જે અસલી સોનુ બતાવી લેવડ -દેવડ સમયે નકલી સોનુ પધરાવી ઠગાઈ કરતી હતી. આણંદ પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશનમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ટોળકીને ઝડપી પાડી અંકલેશ્વરમાં જવેલર્સ સાથે થયેલી છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓ રાજસ્થાન ફરાર થઇ જવાની પેરવીમાં હતા તે દરમ્યાન ભરૂચ પોલીસની માહિતીના આધારે વાસદ પોલીસે ઠગ ટોળકીના સાગરીતોને ઝડપી બે ગુનાઓના ભેદ ઉકેલવા સાથે મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.
5 માર્ચે ગુનાઓને અંજામ આપ્યો હતો
પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ સાહેબની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ તથા છેતરપીંડીના ગુનાઓ શોધી કાઢવા પોલીસ જોર લગાવી રહી છે. ઉપરી અધિકારીઓની સુચના અન્વયે અંકલેશ્વર શહેર “એ” ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા દ્વારા ટીમો બનાવી ગુના ડીટેકટ કરવા પ્રયત્ન શરૂ કરવાવમાં આવ્યા છે. ગત તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ “પદ્મનાભ ગોલ્ડ” નામની જવેલર્સની દુકાનમાં અજાણ્યા ઇસમો દ્વારા અસલી સોનુ બતાવી નકલી સોનુ પધરાવી ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 96000 તથા સોના ચાંદીના દાગીના સાથે કુલ રૂપિયા 1.64 લાખની છેતરપીંડી કરી રફુચક્કર થઇ ગયા હતા.
આણંદ પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશનમાં ટોળકી ઝડપાઇ
તપાસ દરમ્યાન ગુનાના આરોપીઓ આણંદ જીલ્લાના વાસદ વિસ્તારમાં હોવાની બાતમી મળતા ટીમ રવાના કરાઈ હતી જોકે આ તમામ આરોપીઓ રાજસ્થાન તરફ રવાના થી રહ્યા હોવાનું જાણવા મળતા આણંદ જીલ્લાના વાસદ પોલીસ તથા એસ.ઓ.જી. આણંદના સંકલનમાં રહી આણંદ જીલ્લા પોલીસની મદદથી 6 આરોપીઓની કુલ રૂપિયા 2.65 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તમામ આરોપીઓને અંકલેશ્વર શહેર “એ ડીવી. પો.સ્ટે. લાવી પુછપરછ કરતા અંકલેશ્વરના “પદ્મનાભ ગોલ્ડ” માં છેતરપિંડીના ગુના સિવાય અન્ય એક ગુનાની કબુલાત કરી હતી. આરોપીઓએ ૦૫/૦3/૨૦૨૩ ના રોજ બોરભાઠા વિસ્તારમાં શિવ જવેલર્સના શો રૂમના સોનીને અસલી સોનુ બતાવી નકલી સોનુ પધરાવી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 35000 ના મેળવી છેતરપીંડી આચરેલ હતી. આ બંન્ને ગુનાની વધુ તપાસ અંકલેશ્વર શહેર “એ” ડીવી પો.સ્ટે.ના પી.એસ.આઇ. શ્રી આર.જી.પટેલ નાઓ ચલાવી રહ્યા છે.
ધરપકડ કરાયેલ આરોપીઓ
મુકેશ હરજી કનૈયા ભોપા(નાયક) ઉ.વ.૫૦ રહે.ગામ-ચાક્યુ, સરકારી સ્કુલ પાસે તા.જી.જયપુર(રાજસ્થાન)
પ્રહલાદ રામ કનૈયાલાલ ભોપા(નાયક) ઉ.વ.૫૦ રહે.ગામ-ચાક્ષુ,સરકારી સ્કુલ પાસે તા.જી.જયપુર (રાજસ્થાન)
રાજુ રામ કનૈયાલાલ ભોપા(નાયક) ઉ.વ.૨૦ રહે.ગામ-ચાક્યુ.સરકારી સ્કુલ પાસે તા.જી.જયપુર(રાજસ્થાન)
જગદીશ હરજી દનૈયા ભોપા(નાયક) ઉ.વ.૩૫ રહે.ગામ-ચાક્ષુ,સરકારી સ્કુલ પાસે તા.જી.જયપુર(રાજસ્થાન)
સુમેરસીંગ રામપ્રસાદ ગણેશા ભોપા(નાયક) ઉ.વ.૩૦ રહે.ગામ-જોનાઇ, સરકારી સ્કુલ પાસે તા.વૃંદાવન જી.મથુરા (ઉત્તરપ્રદેશ)
પ્રેમબાઇ હરજીભાઇ કનૈયાલાલ ભોપા(નાયક) ઉ.વ.૬૦ રહે.ગામ-ચાક્યુ.સરકારી સ્કુલ પાસે તા.જી.જયપુર (રાજસ્થાન)
ગુનાનો ભેદ ઉકેલવામાં PSI એ.એસ.ચૌહાણ સાથે કોન્સ્ટેબલ અનિલભાઇ, શામજીભાઇ, જયદિપસિંહ, રીધ્ધીશભાઇ, બુધાભાઇ, ઇન્દ્રજીતસિંહ. માવજીભાઇ, મહાવીરસિંહ. ભાથીજી અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ , વાસદ પોલીસ સ્ટાફ તથા એસ.ઓ.જી. સ્ટાફ આણંદના દ્વારા ટીમવર્કથી જહેમત ઉઠાવવામાં આવી હતી.