વિક્રમ સંવત 2079, ફાગણ વદ ત્રીજ ને શુક્રવાર
⇒ રમત ગમત, રાજકોટ
બાર એસો. દ્વારા આજથી બે દિવસ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું વકીલ માટે આયોજન કરવામાં આવ્યું છે. બાર એસો. દ્વારા તા. ૧૦ ને શુક્રવારથી બે દિવસ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજશકિત ક્રિકેટ કલબ ગ્રાઉન્ડ રતનપર ખાતે કરવામાં આવેલું છે. જેમાં બાર એસો.ના વકીલોની ક્રિકેટ રમતી ૧૨ ટીમોએ ભાગ લીધેલો છે. લીગ ૧૦-૧૦ ઓવરના અને સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ ૧૨-૧૨ ઓવરના રમાશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા બાર એસો. ના પ્રમુખ લલીતસિંહ શાહી, પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ પટેલ ઉપપ્રમુખ, એન.જે.પટે લ સેક્રેટરી, દિલીપભાઇ જોશી રાઇટ સેક્રેટરી, જયેન્દ્રસિંહ રાણા ટ્રે ઝરર, કિશોરભાઇ સખીયા લાયબ્રેરી સેક્રેટરી, જયદેવભાઇ શુકલ કારોબારી સભ્ય, જીજ્ઞેશ જોશી, તુલસીદાસ ગોંડલીયા, મહષીભાઇ પંડયા, જયંતકુમાર ગાંગાણી, ગીરીશભાઇ ભટ્ટ, જી.એલ. રામાણી, જી.આર. – ઠાકર, બીપીનભાઇ મહેતા, બીપીનભાઇ કોટેચા, રંજનબા રાણા અને સ્પોર્ટસ કમીટી મેમ્બર જે.બી. શાહ ઇન્દ્રસિંહ ઝાલા, સંદિપભાઇ વેકરીયા, ધવલ તન્ના, આનંદ રાધનપરા અને હીરેનભાઇ શેઠ વગેરેએ જહેમત ઉઠાવેલી હતી.