Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

લિંબાયતમાં શાકભાજીની જેમ વેચાય છે દારૂ, ઉતરાણમાં બુટલેગરો નાના બાળકો પાસે કરાવે છે દારૂનું વેચાણ!

વિક્રમ સંવત 2079, ફાગણ વદ આંઠમ ને બુધવાર.

⇒ સતર્ક મિત્રમ, સુરત.

સુરતના લિંબાયત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તેવો એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. ખુલ્લેઆમ શાકભાજીની જેમ દારુનું વેચાણ થતું હોવાનો આ વીડિયો વાયરલ થતા શહેરમાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. બીજી તરફ સુરતના ઉતરાણ વિસ્તારમાં પણ બાળકો પાસે દારૂનું વેચાણ કરાવાતું હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે.  

બુટલેગરોને પોલીસનો પણ ખોફ નહીં?
સુરતનો લિંબાયત વિસ્તાર બુટલેગરો માટે દારુનું મોટું કેન્દ્ર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાય છે કે લિંબાયત વિસ્તારમાં સાંજે બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ શાકભાજીની જેમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બુટલેગરોને પોલીસનો પણ ખોફ ન હોય તેમ દારૂનું વેચાણ કરતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે. સુરતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.

ઉતરાણ વિસ્તારનો પણ એક વીડિયો આવ્યો સામે
સુરત પોલીસ દ્વારા બુટલેગરોને છાવરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. લિંબાયત વિસ્તારનો વીડિયો વાયરલ થયા બાદ ઉતરાણ વિસ્તારનો પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બાળકો પાસે દારૂનું વેચાણ કરાવાતું હોવાનું દેખાય છે.  રિપોર્ટ મુજબ, ઉતરાણ પોલીસ મથક પાસે જ બુટલેગરો દ્વારા નાના બાળકો પાસે દારૂનું વેચાણ કરાવાતું હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સુરત પોલીસ આવા બુટલેગરો સામે ક્યારે કાર્યવાહી કરશે તે પણ એક સવાલ છે. 

લિંબાયત વિસ્તાર ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ અને એમ.પી. શ્રી સી.આ.ર. પાટીલ તથા સતત ત્રિજી ટર્મ ચૂંટાયેલ એમ.એલ.એ સંગીતા પાટીલ ના મત વિસ્તારમાં આવે છે. આવા વગદાર નેતાઓના હોવા છતાં પોલીસ શું કામ આ વિસ્તાર ના બુટલેગરો સામે કોઈ કાર્યવાહી કરતી નથી તે એક યક્ષ પ્રશ્ન છે.

Related posts

ભાવનગરમાં ઢોરની અડફેટે એક યુવાનનું મોત, રખડતા ઢોરનો ત્રાસ પાલિકામાં યથાવત

mitramnews

સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં ગંભીર ઈજાને કારણે ગાયસવાર ગામનાં યુવકનું મોત

mitramnews

6 વર્ષ પહેલા જ્યાં સ્પર્ધક હતી, ત્યા હવે નોરા ફતેહી એ જ ડાન્સ શો ને જજ કરતી જોવા મળશે.

mitramnews

Leave a Comment