Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

ચોકબજારના એમ્બ્રોડરી મશીનના કારખાનામાંથી 5 લાખનો સામાન લઈ બે અજાણ્યા શખ્સ ફરાર

વિક્રમ સંવત 2079, ફાગણ વદ આંઠમ ને બુધવાર.

⇒ સતર્ક મિત્રમ, સુરત.

સુરત હવે ક્રાઇમ સિટી બનતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સુરતમાં દૈનિક ધોરણે ચોરી-લૂંટ અને હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સુરતના ચોક બજારમાં બની છે. એમ્બ્રોડરી મશીનના કારખાનામાં બે અજાણ્યા શખ્સોએ ચોરીની વારદાતને અંજામ આપ્યો હતો અને કુલ રૂ.5 લાખના સામાનની ચોરી કરી ફરાર થયા હતા. સીસીટીવી ફૂટેજમાં બે આરોપી ચોરીનો સામાન લઈ જતા દેખાઈ રહ્યા છે. આ મામલે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

કારખાનામાં ચોરી થયાની જાણ કારખાના માલિકને થતા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કારખાના માલિકની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને કારખાના સહિત નજીકના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. 

સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા શખ્સ દેખાયા
દરમિયાન એક સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા શખ્સ કારખાનામાંથી સામાન ચોરી કરીને લઈ જતા નજરે પડી રહ્યા છે. આથી પોલીસે શંકાના આધારે આ બે શખ્સની શોધખોળ આદરી છે.

Related posts

ધ્યાન રાખો જો આ 5 સંકેતો તમને જોવા મળે તો તરત સાવધાન થાવ અને સમજો હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે

mitramnews

SBIના કરોડો ગ્રાહકોને સવાર-સવારમાં ફટકો, આજથી આ કામ માટે આપવા પડશે વધુ રૂપિયા

mitramnews

પાકિસ્તાનના નાણામંત્રીએ દેશની હાલત માટે ગણાવ્યા અલ્લાહને જવાબદાર!. હવે આ જ બાકી હતું…!

mitramnews

Leave a Comment