Mitram News
આરોગ્ય મિત્રમતાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસમાજ મિત્રમસુરત

સુરતીઓ સાવચેત રહો, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, H3N2ના કેસમાં વધારો.

વિક્રમ સંવત 2079, ફાગણ વદ આંઠમ ને બુધવાર.

⇒ આરોગ્ય મિત્રમ, સતર્ક મિત્રમ, સમાજ મિત્રમ, સુરત.

હોળી પછી રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. મંગળવારે પણ કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોવાની માહિતી મળી છે. જ્યારે આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બેવડી ઋતુને કારણે રાજ્યમાં રોગચાળો પણ વકર્યો છે. 

સુરતમાં પણ સવારે ઠંડી, બપોરે કાળઝાળ ગરમી અને રાતના સમયે ફરી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. આ બેવડી ઋતુના કારણે લોકોમાં રોગચાળો વકરી રહ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં નવા વાયરસ H3N2ના કેસમાં વધારો થયો છે. મીડિયા અહેવાલ મુજબ, દૈનિક ધોરણે સિવિલમાં 100થી 150 H3N2ના કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના વધુ નવા 4 કેસ નોંધાયા છે. કોરોનાના આ 4 દર્દીઓ પૈકી 3 આઇસોલેશનમાં છે. સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યા 13 પર પહોંચી છે. 

H3N2ના લક્ષણો બાદ 31 વર્ષીય મહિલાનું નિધન 
સુરતના ડીંડોલી વિસ્તારમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષીય મહિલાનું નિધન થયું છે. કફ, શરદી અને ખાંસીની તકલીફ બાદ મહિલાનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. મહિલાના મોત બાદ સુરત તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા અને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે. આ સાથે સરકારી હોસ્પિટલોમાં પણ દવાના સ્ટોક, વોર્ડમાં વધારો સહિતના મહત્ત્વની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

Related posts

બારડોલી કોલેજમાં જન્માષ્ટમી પર દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓના ગૃપે મટકી ફોડી ઉત્સવ મનાવ્યો

mitramnews

ઉદ્ધવ ઠાકરે ની મહત્વની જાહેરાત

mitramnews

રાજ્ય કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા 25 લાખ વિદ્યાર્થીઓ માટે ઇનામો-પુરસ્કારોની વણઝાર, વિશેષતા જાણોે શું હશે

mitramnews

Leave a Comment