Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચાર

રાજ્યના ૧૮ જિલ્લાની ૪૨ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. ૨૫ માર્ચની જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે

વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ બીજ ને ગુરુવાર

⇒ તાજા સમાચાર

રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને તા.૨૫ માર્ચ-૨૦૨૩ને શનિવારે જાહેર રજાના દિવસે રાજ્યના ૧૮ જિલ્લાની ૪૨ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ દિવસે નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.

રાજ્યના અમદાવાદ જિલ્લાની અમદાવાદ-૧(સીટી), અમદાવાદ-૩(મેમનગર), અમદાવાદ-૫(નારોલ), અમદાવાદ-૭(ઓઢવ), અમદાવાદ-૧૦(વેજલપુર), વિરમગામ અને બાવળા, સુરત જિલ્લાની સુરત-૮(રાંદેર) અને બારડોલી, વડોદરા જિલ્લાની વડોદરા-૧, દંતેશ્વર, વડોદરા-૭ (છાણી) અને વાઘોડીયા, ભાવનગર જિલ્લાની ભાવનગર-૨ (ચિત્રા), ભાવનગર-૩ (રૂવા) અને મહુવા, બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને વડગામ, મોરબી જિલ્લાની હળવદ અને વાંકાનેર, દાહોદ જિલ્લાની દાહોદ, રાજકોટ જિલ્લાની રાજકોટ-૧, રાજકોટ-૬(મવડી), રાજકોટ-૭(કોઠારીયા), રાજકોટ-૮(રૂરલ), જસદણ અને જેતપુર, ગાંધીનગર જિલ્લાની માણસા, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ, કચ્છ જિલ્લાની ગાંધીધામ અને મુન્દ્રા, જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, જુનાગઢ સીટી-તાલુકા, પોરબંદર જિલ્લાની પોરબંદર, સાબરકાંઠા જિલ્લાની હિમંતનગર અને વડાલી, બોટાદ જિલ્લાની ગઢડા, જામનગર જિલ્લાની જામનગર-૩(પૂર્વ) તથા જામજોધપુર, પંચમહાલ જિલ્લાની હાલોલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર અને વઢવાણ એમ મળી કુલ ૪૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. ૨૫ માર્ચ-૨૦૨૩ને શનિવારના રોજ ચાલુ કામકાજના દિવસની જેમ જ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે એમ નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

ઉદેપુરમાં ટેલરની હત્યાને લઇને રાજસ્થાન જતી 22 બસના રૂટ બંધ

mitramnews

ઉધનામાં બંધ ગોડાઉનમાં ગેસ લીકેજ થતા થયો બ્લાસ્ટ, હવામાં ધુમાળાના ગોટેગોટા જોવાયા

mitramnews

મનોરંજનનો ભરપૂર મસાલો આ અઠવાડિયે ઉપલબ્ધ થશે, આ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે.

mitramnews

Leave a Comment