Mitram News
અરવલ્લીગાંધીનગરતાજા સમાચારમુખ્ય સમાચાર

કામકાજના સ્થળે શ્રમયોગીઓનું આરોગ્ય અને ઔદ્યોગિક સલામતી જળવાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી બળવંતસિંહ રાજપૂત

વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ ત્રીજ ને શુક્રવાર.

ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે અરવલ્લી જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં થયેલા પ્રાણઘાતક અકસ્માતો અંગે સભ્યશ્રી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના પ્રત્યુતરમાં શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કામકાજના વિવિધ સ્થળો ખાતે શ્રમયોગીઓનું આરોગ્ય અને ઔદ્યોગિક સલામતી જળવાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન અરવલ્લી જિલ્લાના ઔદ્યોગિકમાં કોઈપણ પ્રકારના પ્રાણઘાતક અકસ્માત કે શ્રમયોગીઓના મૃત્યુની ઘટના બની નથી, 

પ્રાણઘાતક અકસ્માતો અટકાવવા માટેની રાજ્ય સરકારની કામગીરી અંગે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, કારખાના અધિનિયમ-૧૯૪૮ અને ગુજરાત કારખાના અધિનિયમ-૧૯૬૩ મુજબ રાજ્યના કારખાનાઓમાં નિરીક્ષણ અને ઓચિંતી મુલાકાતો કરવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન કારખાનાઓમાં કાયદા કે નિયમોનો ભંગ જણાય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. વધુમાં, શ્રમયોગીઓને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ અંગે જાગૃતિ વધારવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ સેમીનારોનું પણ આયોજન કરવામાં આવે છે.
સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં કારખાના અધિનિયમ-૧૯૪૮ હેઠળ કુલ ૯૬ કારખાનાઓ નોંધાયેલા છે. જેમાંથી ૮૯ કારખાના હાલમાં કાર્યરત છે, જ્યારે ૭ કારખાના બંધ હાલતમાં છે. ઉપરોક્ત કારખાનાઓ પૈકી રાજ્ય સરકાર દ્વારા ૫૬ કારખાનાની તપાસ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.

Related posts

પોરબંદરમાં નિષ્ણાંતો દ્વારા જિલ્લાના યુવાનોને સાયબર ક્રાઇમ, ડિજિટલ બેન્કિંગ, યોગ, નશા મુક્તિ સહિતની જાણકારી અપાઈ

mitramnews

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું મોટું નિવેદન. ‘અફઘાનિસ્તાનમાં ઘૂસીને તાલિબાન આતંકવાદીઓ પર હુમલો કરીશું’

mitramnews

વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણી માટે ભાવનગર જિલ્લામાં ભારે ઉત્સાહ નાયબ વન સંરક્ષકશ્રી દ્વારા સંયોજકો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ ભાવનગર જિલ્લામાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી માટે શાળાઓ, સંસ્થાઓ

mitramnews

Leave a Comment