વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ ત્રીજ ને શુક્રવાર.
⇒ શિક્ષણ મિત્રમ
ઓરો યુનિવર્સિટી, ઓએનજીસી પાંસે, હજીરા રોડ ખાતે તા.૨૫મીએ ‘જિલ્લા યુવા ઉત્સવ’ યોજાશે
નેહરૂ યુવા કેન્દ્ર,સુરતના નેજા હેઠળ ‘યુવા ઉત્સવ’માં યુવાનો પોતાની સુષુપ્ત પ્રતિભા બહાર લાવી શકે એવા આશયથી કાવ્યલેખન, ચિત્ર, વકતૃત્વ, ફોટોગ્રાફી તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા (ગ્રુપ ડાન્સ) યોજાશે
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા દેશના ૧૫૦ જિલ્લાઓમાં યુવા ઉત્સવ-૨૦૨૩ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ભાટપોર આવેલી ઓરો યુનિવર્સિટી, હજીરા રોડ ખાતે તા.૨૫મી માર્ચે સવારે ૯.૦૦ વાગ્યે ‘જિલ્લા યુવા ઉત્સવ’ યોજાશે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ‘યુવા શક્તિ સે જનભાગીદારી’ નો મુખ્ય ઉદ્દેશ છે, ત્યારે વડાપ્રધાનશ્રીના ‘પાંચ પ્રણ’ ની થીમ પર નેહરૂ યુવા કેન્દ્ર,સુરતના નેતૃત્વમાં આયોજિત યુવા ઉત્સવમાં યુવાનો પોતાની સુષુપ્ત પ્રતિભા બહાર લાવી શકે એવા આશયથી કાવ્યલેખન, ચિત્રકામ, વકતૃત્વ, ફોટોગ્રાફી તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા (ગ્રુપ ડાન્સ) યોજાશે. સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે યુવાનોએ મો. નં.9727566007 ઉપર સંપર્ક કરવા અથવા નેહરૂ યુવા કેન્દ્ર, ચોથો માળ, રેશમ ભવન, લાલ દરવાજા, સુરત પર રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.