વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ સાતમ ને મંગળવાર.
⇒ સતર્ક મિત્રમ,રાષ્ટ્રીય.
ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ભોગવીને માફિયા અતીક અહેમદ ફરી સાબરમતી જેલમાં જશે. માફિયા અતીકની યુપી પોલીસે કસ્ટડી ના લેતા અમદાવાદની હાઈ સિક્યોરીટી સાબરમતી જેલમાં જ રોકાવું પડશે. વિશેષ અદાલતના આદેશ પર ઉત્તર પ્રદેશ પહોંચેલા અતીક અહેમદને ફરીથી એ જ ઉચ્ચ સુરક્ષા બેરેકમાં પરત ફરવું પડશે. જ્યાં તે છેલ્લા ચાર વર્ષથી જેલમાં બંધ છે. પ્રયાગરાજની વિશેષ અદાલતની કાર્યવાહી પૂર્ણ થયા પછી, અતીક હવે પરત ફરી રહ્યો છે.
ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે, ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે ફરીથી અતીક અહેમદને અમદાવાદ જેલમાં લાવવામાં આવશે.
બે દિવસ પહેલા યુપી પોલીસની ખાસ સાબરમતી જેલ પહોંચી હતી અને સાત કલાકની પેપર વર્ક બાદ માફિયાઓ સાથે યુપી જવા રવાના થયા હતા. જો કે, એ જ સુરક્ષા સાથે અતિકને પરત ગુજરાત અમદાવાદમાં લાવવામાં આવશે. દેવરિયા જેલની ઘટના બાદ ઉત્તર પ્રદેશના માફિયા ડોન અતીક અહેમદને જૂન 2019માં અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. હવે ફરીથી એ જ જેલમાં તે પરત ફરશે.
વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઉપલબ્ધ હોવાથી અગાઉ સુનાવણીમાં જોડાયો હતો
અતીક અહેમદને ત્યારબાદ અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો કારણ કે આ જેલની ઉચ્ચ સુરક્ષા બેરેકની અંદર વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઉપલબ્ધ હતી. ત્યારથી, અતીકને સતત વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ વિવિધ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રયાગરાજ કોર્ટે જે અતીકને સજા સંભળાવી હતી તે કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઘણી વખત જોડાઈ હતી. કોર્ટે તેમને ચુકાદા સમયે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો, જેથી તેમને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવામાં આવ્યા હતા.