Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચાર

રાજ્યમાં મોટાપાયે IAS અધિકારીઓની કરાઈ બદલીઓ, 100થી વધુ અધિકારીઓની બદલીઓ

વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ દશમ ને શુક્રવાર.

રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બદલીઓ કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર 109 જેટલા અધિકારીઓની બદલીઓ કરાઈ છે. અમદાવાદના કલેક્ટર  ધવલ પટેલ તેમજ હર્ષ પટેલ, આલોક પાંડે સહીતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત મુકેશ પુરીને ગૃહ વિભાગના એસીએસ બનાવવામાં આવ્યા છે. કલેક્ટર-કમિશનર-ડીડીઓ સહિત ભારે ફેરબદલ કરવામાં આવ્યો છે.

ઘણા સમયથીચ ગુજરાતમાં આઈએએસની બદલીઓને લઈને ચર્ચા હતી, તેમાં પણ ચૂંટણી બાદ આ ચર્ચા હતી ત્યારે આજે ઘરખમ ફેરફારો અમલદારશાહીમાં કરવામાં આવ્યા છે. IAS અધિકારીઓમાં મોટા પાયે બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારથી ગુજરાતમાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી ફરી એકવાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો થયા છે.  109 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે.

આ સિનિયર અધિકારીઓની બદલીઓ 
મુકેશ પુરી, એકે રાકેશ, કમલ દયાની, અરુણ સોલંકી, મુકેશ કુમાર, રમેશચંદ્ર મીણા સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મોહમ્મદ શાહિદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ, બચ્છાનિધિ પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત ઘણા સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

Related posts

ભારતીય જનતા પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદ ના ઉમેદવાર જાહેર.

mitramnews

ભાજપ એક્શનમાં-બોટાદ, મહેસાણા, ભાવનગર શહેર અને જિલ્લા પ્રમુખના રાજીનામા લેવાયા

mitramnews

દેવભૂમિ દ્વારકા કોરિડોરના ફેઝ-1ના નિર્માણકાર્યનું જનમાષ્ટમી સુધીમાં ભૂમિપૂજન કરવામાં આવશે

mitramnews

Leave a Comment