Mitram News
અમદાવાદતાજા સમાચારમુખ્ય સમાચાર

દીવ-ગાંધીનગરની રૂટ પર વોલ્વો બસમાંથી દારૂનો જથ્થો ઝડપાતા ડ્રાઇવરની ધરપકડ

વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ ત્રીજ ને રવિવાર.
અમદાવાદ (ગાંધીનગર)

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ થઈ કોઈ પણ ડર વિના દારૂની હેરાફેરી કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

રાજ્યમાં છાશવારે દારૂની હેરાફેરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટના કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી સામે આવી છે.

અહીં હવે એસટી વિભાગના કર્મચારીઓ બુટલેગરોની ભૂમિકા ભજવતા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં બીજીવાર એસટી બસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. 

વિદેશી દારૂની 8 બોટલો કિં. રૂ.3 હજાર 200નો જથ્થો જપ્ત

દીવ-ગાંધીનગર રૂટની એક એસટી બસમાં દારૂ હોવાની બાતમી પોલીસેને મળતા પોલીસની ટીમે માંડવી ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને શંકાના આધારે એક એસ.ટી વોલ્વો બસને રોકી તેમાં તલાસી લીધી હતી.  દરમિયાન પોલીસને બસમાં ડ્રાઇવરની સીટ પાછળ ખાલી જગ્યામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 8 બોટલો કિં. રૂ.3 હજાર 200નો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી વોલ્વો બસના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસે તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોલ્વો બસનો ડ્રાઇવર આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો. તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે. 

Related posts

દેશનો વિદેશી મુદ્રા ભંડાર $329 મિલિયન ઘટીને $578.45 અબજ પર પહોંચ્યો

mitramnews

દાદીમાના નુસ્ખા: હેલ્ધી હાર્ટ માટે આ 3 સુપરફૂડ ખાઓ, 40 પછી પણ નહીં થાય હ્રદય રોગ….

mitramnews

સુરત મહાનગરની-૩, સુડાની-૧ અમદાવાદ મહાનગરની-૧ ભાવનગરની-૧ પ્રિલીમીનરી ટી.પી ને મુખ્યમંત્રીની મંજૂરી.

mitramnews

Leave a Comment