વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ ત્રીજ ને રવિવાર.
⇒ સમાજ મિત્રમ, આરોગ્ય મિત્રમ, પોરબંદર.
પોરબંદરનાં યોગ સાધકો જયપુર ખાતે રાષ્ટ્રીય યોગ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યાં હતાં. નિવૃત એએસઆઇ સહિત ચાર વ્યકિતને એવોર્ડ મળતાં અને યોગ સાધકોને અભિનંદન પાઠવ્યાં છે.
સુદામાપુરી પોરબંદરમાં યોગ સાધકો દ્વારા યોગ અંગેની તાલીમ આપવામાં આવે છે. નાગરીકો નિરોગી જીવન જીવે તે માટે અલગ- અલગ વિસ્તારમાં તાલીમ પણ આપવામાં આવે છે. પોરબંદરમાં ઘણા એવા વિસ્તારો છે કે જયાં નિયમિત તે વિસ્તારનાં લોકોને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. તો પોરબંદરનાં ચાર એવા વ્યકિતને જયપુર ખાતે રાષ્ટ્રીય યોગ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યાં છે. પોરબંદરનું ગૌરવ કહી શકાય તે ચાર યોગ સાધકો રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યાં છે. સુદામાપુરી પોરબંદરમાં યોગ સાધકો દ્વારા યોગ અંગેની તાલીમ આપવામાં આવે છે. નાગરીકો નિરોગી જીવન જીવે તે માટે અલગ- અલગ વિસ્તારમાં તાલીમ પણ આપવામાં આવે છે.એન.એ.પી.એસ. રાષ્ટ્રીય યોગ ગૌરવનું આયોજન જયપુર નવલગઢ રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં પોરબંદર જિલ્લા વતી ચાર વ્યીકત એન.એ.પી.એસ. અંતરર્ગત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યાં છે. જેમાં નિવૃત એએસઆઇ ચાવડા ગોરધનભાઇ મનજીભાઇ, નારણકા માનશી, પ્રિન્સી જેઠવા, દેવ જેઠવાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.