Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકીયવડોદરા

પહેલા સહકારમાં સંપુર્ણ પણે કોંગ્રેસનો કબ્જો હતો, ભ્રષ્ટાચાર કરી પરિવારને લાભ પહોંચાડતા હતા – પ્રદીપસિંદ

વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ ચોથ ને સોમવાર.
⇒ રાજકીય, વડોદરા 

પ્રદેશ કાર્યાલય  કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલના નેતૃત્વમાં અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે સહકારી સંસ્થાના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

આજે વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોઓ આજે પ્રદેશ કાર્યાલય  કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ .આર.પાટીલજીના નેતૃત્વમાં અનેપ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે વડોદરા ડેરીના ડિરેકટર અને એપીએમસી સંખેડાના ડિરેક્ટર ક્રિપાલસિંહ મહારાઉલ તેમજ સરસીન્ડાના સરપંચ અર્જૂનસિંહ રાઠોડ, દૂધ મંડળી મુલઘરના પ્રમુખ લાલકુષ્ણ રાઠવા, દૂધ મંડળી સરસીન્ડાના પ્રમુખ  પ્રમોદસિંહ મહારાઉલ, દૂધ મંડળી દેહરોલીના પ્રમુખ  ભુનેસિંહ સોલંકી ખેસ અનો ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. 

પ્રદિપસિંહ વાઘેલાએ આજે કમલમમાં સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતમાં જે રીકે સહકાર ક્ષેત્રે વિકાસના કાર્યો રાજયના તાત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિતભાઇ શાહ સાહેબના માર્ગદર્શનમાં ખૂબ ઝડપથી થઇ રહ્યા છે. પહેલા સહકારની અંદર સંપુર્ણ પણે કોંગ્રેસ પાર્ટીનો કબ્જો હતો. સહકારી સંસ્થા નાની હોય કે મોટી દરેકમાં ભ્રષ્ટાચાર કરી તેમના પરિવારને આર્થિક રીતે લાભ પહોંચાડવા દુર ઉપયોગ કરતા પરંતુ આજે ભાજપના સાશનમાં અને ખેડૂતોની સમજણને કારણે મોટા ભાગની સહકારી સંસ્થાઓ પર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સેવા કરી રહ્યો છે. 

આજે સહકારી ક્ષેત્રે ભાજપની ડબલ એન્જિનની સરકાર ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરી રહી છે તેમાથી પ્રેરણા લઇ આજે વડોદારા જિલ્લાના સહરકારી આગેવાનો ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે તેમનું સ્વાગત કરુ છે. વડોદરા અને છોટાઉદેપુર બંને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સહકારી ક્ષેત્રે વધુ મજબૂત થશે તેવો વિશ્વાસ છે. 

Related posts

દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની સમીપે લઈ જતી અમદાવાદ જિલ્લા પંચાયત – શિક્ષણ સમિતિની નવતર પહેલ

mitramnews

ઓરો યુનિવર્સિટી, હજીરા રોડ ખાતે તા.૨૫મીએ ‘જિલ્લા યુવા ઉત્સવ’ યોજાશે

mitramnews

દીવ-ગાંધીનગરની રૂટ પર વોલ્વો બસમાંથી દારૂનો જથ્થો ઝડપાતા ડ્રાઇવરની ધરપકડ

mitramnews

Leave a Comment