વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ પાંચમ ને મંગળવાર.
ગુજરાત હાઈકોર્ટમાં ગેરકાયદેસર ચાલતા કાતલખાના અને મીટ શોપ મામલે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે મંગળવારે હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટે રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના અને મીટ શોપ માલિકોને કોઇ રાહત આપી નથી. કોર્ટ દ્વારા કતલખાના અને દુકાનદારોને જરૂરી કાયદાઓ અને ખાદ્ય સુરક્ષા ધોરણનું પાલન કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
પવિત્ર રમજાનમાં દુકાનદારોને રાહત આપવા કરાઈ હતી અપીલ
અરજદાર દ્વારા અપીલ કરાઈ હતી કે પવિત્ર રમજાન માસમાં દુકાનદારોને રાહત આપવામાં આવે. ત્યારે હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે, જે તે દુકાનદારોને દુકાન ખોલવી હોય તેમણે સંબંધિત વિભાગ અથવા કમિટી પાસેથી મંજૂરી લેવાની ફરજિયાત રહેશે. તેમ જ કતલખાના અને દુકાનદારોને જરૂરી કાયદાઓ અને ખાદ્ય સુરક્ષા ધોરણનું પાલન કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ પહેલા હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, કોઈપણ દુકાનદારને લાઇસન્સ વિના મિટ્સ શોપ ચાલુ નહીં થવા દે. આ કેસ મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.