વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ પાંચમ ને મંગળવાર.
⇒ સમાજ મિત્રમ, અમરેલી
ગુજરાત રાજયમાં પ્રજાપતિ સમાજની જનસંખ્યા 50 લાખ કરતા વધુ છે. તેમજ ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલે પ્રજાપતિ સંમેલનોમાં પણ જાહેર કરવામાં આવેલ છે કે, ગુજરાત રાજયની કુલ વસ્તી પૈકી પ્રજાપતિ સમાજની વસ્તી બીજા ત્રીજા નંબરની છે. અન્ય સમાજને જે ધારા ધોરણ મુજબ જે-તે જ્ઞાતિના ભવનના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવેલ છે
તે જ ધારા ધોરણ મુજબ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘને પણ પ્રજાપતિ સમાજના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર મુકામે આશરે 1 લાખથી વધુ ચોરસવાર જમીન ફાળવવા માંગણી છે. હાલમાં ભાજપના સ્થાપના દિન નિમિતે સમગ્ર ગુજરાતમાં પ્રજાપતિ સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ આવે અને શિક્ષણ માટે નવી ઊર્જા પ્રસ્થાપિત કરવાના સકારાત્મક વિચાર સાથે બાઈક રેલી દ્વારા શિક્ષણ અભીયાન ર0ર3નું આયોજન દરેક જીલ્લા કક્ષાએ કરવામાં આવનાર છે.
ગાંધીનગર મુકામે પ્રજાપતિ સમાજના અનેક પ્રશ્ર્નોે અંગે મંત્રીઓને મળવાનું થતું જ રહે છે જેની સગવડતા માટે સમાજ ભવન તેમજ વિધાર્થીઓના વિકાસ માટે શિક્ષણ ભવન હોવું ખુબ જરૂરી છે. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા શિક્ષણ હેતુ રાહત દરે જમીન ફાળવવા રજુઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી અમને ન્યાય મળ્યો નથી. જેને લઇને પ્રજાપતી સમાજ દ્વારા કલેકટરને બાઈક રેલી કાઢીને આવેદન આપવામાં આવ્યું હતું.