વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ પાંચમ ને મંગળવાર.
⇒ સમાજ મિત્રમ, અમરેલી
લાઠી નગર ની સિકલ બદલી દેનાર ભવાની જેમ્સ ના મોભી ભામશા મનજીભાઈ ધોળકિયા ના આર્થિક સહયોગ થી શહેર ની શોભા માં અભીવૃદ્ધિ કરતા અનેકો સંકુલ પૈકી ભવાની ગાર્ડન ની દુર્દશા થી દિલ દ્રવી ઉઠે. કોઈ પણ સ્વાર્થ વગર શહેર ના બુનિયાદી વિકાસ માં સિંહ ફાળો આપી સરકાર ને ઉજળી કરી દેનાર દાતા તો દાન દઈ અલિપ્ત બને છે દીધેલા દાન ઉપર તેનો કોઈ હક્ક અધિકાર રહેતો નથી. દાન સ્વીકાર નાર ની જવાબદારી શરૂ થઈ જાય છે ભવાની ગાર્ડન ની બેનમૂન ભેટ માટે લાખો રૂપિયા ખર્ચ કરી શહેર ની સિકલ બદલી દેનાર મનજીભાઈ ધોળકિયા નું મન નહિ મુંજાતું હોય ? આવી અવદશા માટે આટલો ખર્ચ કર્યો છે ?
સ્થાનિક વહીવટી તંત્ર એ ભવાની ગાર્ડન જે હેતુ માટે બનાવ્યું તે હેતુ સરે છે કે નહીં તે જોવા ની જવાબદારી નથી ? લાઠી શહેર ના વડીલો માટે આશીર્વાદ રૂપ બનવાના ઉદ્દેશ થી શહેર ની મધ્યમ માં બનાવેલ ભવાની ગાર્ડન ની અંદર પ્રવેશ કરતા દિલ દ્રવી ઉઠે તેવી અવ્યવસ્થા તૂટેલ બાંકડા લટકતા જુલા ચુકાયેલ ફૂલ છોડ ઝાડ સફાઈ નો અભાવ બગીચા ને બદલે ડમ્પીગ સાઈડ હોય તેવી હાલત કેમ ? સ્થાનિક પાલિકા કે વહીવટી તંત્ર શુ કરે છે ?
લાઠી શહેર આરોગ્ય શિક્ષણ જળ બાગ બગીચા કે આર્થિક પછાત પરિવારો ની વ્હારે આવતા ભવાની જેમ્સ ના મોભી ભામાશ મજીભાઈ ધોળકિયા નું પણ મુંજાય તેવી સ્થાનિક તંત્ર તરફ થી નાલેશિ કેમ ? શરમ કરો શરમ લાઠી માટે પ્રાણ પાથરતા આવા ઉદાર દાતા રત્નો ના દાન ના હેતુ સરે તે જોવા ની જવાબદારી તમારી નથી તો શું પાડોશી દેશ ની છે ? ગ્રામ વિકાસ માં ઉદારહાથે સખાવતો કરતા દાતા પરિવારો ને કેવો મેસેજ જશે આવી બેદરકારી થી ? ગ્રામ વિકાસ માં કોણ સહયોગ કરશે ?
આ બગીચા ની જતન જાળવણી દેખરેખ કરી ભવાની ગાર્ડન ને ખરા રૂપે ગાર્ડન બનાવો તેવી શહેરીજનો માં બુલંદ માંગ ઉઠી રહી છે
લાઠી ના મૃદુહદય ના રાજવી કવિ કલાપી ની એક પંક્તિ (જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી આપની) થી તદ્દન ઊલટું ચિત્ર દેખાઈ આવે છે પાલિકા શાસકો ની ધોર બેદરકારી એ શહેર ની શોભા માં અભીવૃદ્ધિ કરતા ભવાની ગાર્ડન ની આવી અવદશા માટે સ્થાનિક પાલિકા તંત્ર ની કોઈ જવાબદારી ખરી કે નહીં ?