Mitram News
ગીર સોમનાથતાજા સમાચારમુખ્ય સમાચાર

ગીર સોમનાથ – ઉનામાં ભડકાઉ ભાષણના કેસમાં કાજલ હિન્દુસ્તાનીને રાહત

વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ આઠમ ને ગુરુવાર.

⇒ મુખ્ય સમાચાર, ગીર સોમનાથ.

કાજલ હિન્દુસ્તાનીને જામીન મળ્યા.

ઉના કોર્ટ દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરવામાં આવ્યા. ઉનામાં ભડકાઉ ભાષણના કેસમાં કોર્ટ તરફથી રાહત મળી હતી. અગાઉ આ ચૂકાદો અનામમ રાખવામાં આવ્યો હતો ત્યારે ફરી આજે સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહવાન કર્યું હતું. જો કે, કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. 

અગાઉ વીએચપી દ્વારા કાજલ હિન્દુસ્તાનીને સપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે રોષ પણ ઠાલવ્યો હતો. અગાઉ રામનવમી પર્વ નિમિત્તે ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી હતી. વીએચપી દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરી ફરિયાદ રદ કરવાની પણ માગ કરવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે અગાઉ અટકાયત પણ કરી હતી. 

Related posts

ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટડે આરોપીની અંકલેશ્વર પોલીસે સુરતથી ધરપકડ કરી

mitramnews

ભરૂચમાં 15 વર્ષથી બંગાળી કલાકાર શ્રીજીની મૂર્તિ બનાવવા માટે માત્ર ગંગા અને નર્મદાની માટીનો કરી રહ્યા છે ઉપયોગ

mitramnews

વડોદરા મુંબઈ એક્સપ્રેસ પ્રોજેક્ટના કોન્ટ્રકરે કામદારોને 3 મહિનાનો પગાર નહિ ચૂકવતા કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરી

mitramnews

Leave a Comment