Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મંદિરમાં લાખોના આભૂષણની ચોરી, ચોર ઈસમોએ રાત્રિના સમયે પ્રવેશ્યા

વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ આઠમ ને ગુરુવાર.

⇒ સતર્ક મિત્રમ, સુરત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ચામુંડા માતાના મંદિરમાં આભૂષણ તેમજ ચાંદીની ચીજ વસ્તુઓની ત્રણ લાખથી વધુની ચોરી ની ઘટના પ્રકાશમાં આવી છે અજાણ્યા ચોર ઈસમોએ રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશી દરવાજાનો લોકો તોડી લાખો ના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. 

સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ સતત બનતી રહે છે. જેને જોતા સુરત ક્રાઈમ સીટી તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે.. હવે ચોરો ચોરી કરવામાં મંદિરને પણ છોડી નથી રહ્યા. તેવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર સોસાયટીમાં બની હતી. સોસાયટીમાં આવેલા ચામુંડા માતાના પૌરાણિક મંદિરમાં રાત્રિના સમયે ચોરી ઈસમો મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરના ગર્ભગૃહનો દરવાજાનો લોક તોડી મંદિરની અંદર રહેલા માતાજીના સોના ચાંદીના વાસણો તેમજ આભૂષણોની ચોરી કરી નાસી છૂટ્યા હતા. 

માતાજીના મુકુટ, ચાંદી ની થાળી, ચરણ પાદુકા ,સોનાની વાળી સહિત અંદાજિત 3 લાખથી વધુની કિંમતના સોના ચાંદીની ચીજ વસ્તુઓ લઈ ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે મહંત મુંબઈ થી પરત આવ્યા હતા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. ઘટના મામલે કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ દ્વારા તાત્કાલિક મંદિરે પહોંચી તપાસ શરૂ કરી હતી.

સીસીટીવી કેમેરા પણ છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં
મહત્વનું છે કે મંદિરમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં છે જેથી કોણે ચોરીને અંજામ આપ્યો હતો તે કહેવું મુશ્કેલ બન્યું છે. મંદિરની આગળ ના ભાગે દીવાલ હતી. જે પાલિકા એ ડીમોલેશન કરતા મંદિર નું પટાંગણ ખુલ્લું થઈ ગયું હતું. જેનાથી ચોર ઈસમો ને ચોરી કરવા મોકળો માર્ગ મળી ગયો હોવાના આક્ષેપ મંદિર ના મંહંતે કાર્ય હતા. ઘટના અંગે કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે. કાપોદ્રા પોલીસે અજાણ્યા ચોરી ઈસમો સામે ગુનો નોંધી ચોર પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

વડોદરામાં બિલ્ડરે પૈસા પડાવી ફ્લેટ ના આપ્યા, 5 લોકો સાથે કરી રૂ.70 લાખની છેતરપિંડી!

mitramnews

કામકાજના સ્થળે શ્રમયોગીઓનું આરોગ્ય અને ઔદ્યોગિક સલામતી જળવાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી બળવંતસિંહ રાજપૂત

mitramnews

પાકિસ્તાનથી ઓસ્ટ્રેલિયા સુધી નિશાના પર હિન્દુ મંદિરો, હવે કેનેડામાં પણ તોડી ભગવાનની મૂર્તિઓ

mitramnews

Leave a Comment