વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ નોમ ને શુક્રવાર.
⇒ સતર્ક મિત્રમ, સુરત.
ખોટા નામો ધારણ કરીને ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી અસલ માલિકની જાણ બહાર પ્લોટોનું વેચાણ કરી કરોડોની છેતરપિંડી આચરનાર લોકોથી સાવધાન.
કરોડોની છેતરપિંડી આચરનારાઓના વિશે કોઈને પણ જાણ હોય તો તત્કાલ ક્રાઈમ બ્રાંચમાં જાણ કરશો
સુરત શહેરની ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ૧૯૮૯-૯૦ના વર્ષમાં (૧) માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ (ર) ચંદ્રકલાબેન માણેકલાલ ચૌહાણ (૩) જગદીશકુમાર બેચરભાઇ રાજપુત કે જે વર્ષોથી ઈંગ્લેંડમાં સ્થાયી થયા છે, તેઓની માલિકીના આઠ પ્લોટની ખરીદી કરી અસલ વેચાણ દસ્તાવેજ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે સબ રજિસ્ટ્રારની કચેરી ખાતે જમા હતા. અસલ દસ્તાવેજના માલિકો વર્ષોથી ઈંગ્લેંડ સ્થાયી હોવાથી એના લાભ ઉઠાવી તેમની જાણ બહાર આરોપીઓએ અસલ દસ્તાવેજો વકીલ રામગોંન્ડ દ્વારા ખોટી સહીઓ કરી છોડાવી લઇ તે અસલ દસ્તાવેજો આધારે તેના અસલ માલિકોના ભળતા નામવાળા ખોટા વ્યકિતઓ ઉભા કર્યા હતા. અને તેમના નામના બનાવટી પુરાવા ઉભા કરી બનાવટી સ્ટેમ્પ પેપર ઉપર પાવર ઓફ એટર્ની કરી પ્લોટોના અસલ માલિકના દીકરા પોતે માલિક હોવાનુ સબ રજિસ્ટ્રારમાં રૂબરૂ જણાવી ખોટા નામધારણ કરી ખોટી રીતે દસ્તાવેજો બનાવ્યા હતા, અને અવેજ મેળવી લઇ બારોબાર અસલ માલિકની જાણ બહાર પ્લોટ વેચાણ કરી ગુનાઓ કર્યા છે.
આ તપાસ દરમિયાન કુલ ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે મુળ માલિકોની જાણ બહાર સ્ટેમ્પ વકીલે છોડાવ્યો હતો, જે વકીલ મુકેશ રામગોન્ડેને આરોપી તરીકે અટક કરી તપાસ કરતાં તેમણે અસલ દસ્તાવેજ છોડાવી શૈલેષ ત્રિવેદીને આપ્યો હતા. તેમણે આ અસલ પ્લોટ માલિકો વતી ખોટા ઈસમો ઉભા કર્યા હશે, જે શૈલેષ ત્રિવેદીનું મૃત્યુ થયું છે. માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ તથા તેમના પત્નિ ચંદ્રકલાબેન માણેકલાલ ચૌહાણની માલિકીના પ્લોટ તેમનો કોઈ હિતેષ નામનો દીકરો ના હોવા છતાં તે ખોટું નામધારણ કરનાર હિતેષ માણેકલાલ ચૌહાણનો ફોટો આ સાથે છે. જગદીશ બેચરભાઇ રાજપુત નામ ધારણ કરનાર અને તેના અસલ માલિક વતી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહી દસ્તાવેજ કર્યો તે ફોટો પણ સામેલ છે.
ઉપરોક્ત નામો ધારણ કરનાર અજાણ્યા શખ્સોના ફોટા દસ્તાવેજોમાં ચોંટાડેલા છે. પ્રાથમિક પોલીસ તપાસમાં તેમની ભાળ મળી શકી નથી. જેથી આ શખ્સો વિષે કોઈ ભાળ મળે તો તેની માહિતી શ્રી જી.એન.સુથાર (પી.એસ.આઈ), આર્થિક ગુન્હા નિવારણ શાખા, ક્રાઈમ બ્રાંચ-સુરતને રૂબરૂ અથવા મો.નં. ૯૯૭૯૮૬૭૩૧૬ અને ૯૪૨૬૫૫૪૫૧૩ ઉપર સંપર્ક કરીને માહિતી આપી શકાશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.