Mitram News
તાજા સમાચારભરૂચમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટડે આરોપીની અંકલેશ્વર પોલીસે સુરતથી ધરપકડ કરી

વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ તેરસ ને મંગળવાર.
⇒ સતર્ક મિત્રમ, ભરૂચ, સુરત.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પુન ગામની સીમમાં એક વર્ષ પૂર્વે થયેલ વીજ ટ્રાન્સફોર્મરની ચોરીમાં સામાન ભરીને લઇ જનાર એક ટેમ્પોચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલા ટેમ્પોચાલકને પોલીસ એક વર્ષથી શોધી રહી હતી. અગાઉ આ ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ટેમ્પોચાલક એક વર્ષથી ફરાર હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગત માર્ચ, 2022માં પુનગામની સીમમાં કેટલાક તસ્કરો વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરને તોડી તેમાંથી વિદ્યુત કોયલની ચોરી કરી (કિંમત રૂ.17,500 ) ફરાર થઇ ગયા હતા. આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી 3 કોપર ચોરોની ધરપકડ કરી હતી.

એક વર્ષથી વોન્ટેડ આરોપી સુરતમાં હોવાની માહિતી મળી હતી
આરોપીઓની પૂછપરછમાં સામાન ભરી લઈ જનાર ટેમ્પોચાલક ભવનસિંગ રાજપૂતનું નામ સામે આવ્યું હતું. આથી પોલીસે તેની શોધખોળ આદરી હતી. પરંતુ, એક વર્ષ સુધી તેની કોઈ ભાળ મળી નહોતી. પરંતુ, ગત રોજ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, સુરત ખાતે પુણાગામની ગુરુનગર સોસાયટીમાં મૂળ રાજસ્થાનનો ટેમ્પોચાલક ભવનસિંગ રહે છે. આથી પોલીસની ટીમે ત્યાં જઈ દરોડો પાડી ભવનસિંગની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Related posts

સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા ટીબીમાં વલસાડ જિલ્લામાં 5 વર્ષમાં 13868 દર્દી સપડાયા

mitramnews

ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ ભારે આક્રોશ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

mitramnews

વડોદરાને મળ્યા નવા મેયર, 6 મહિના માટે નિલેશ રાઠોડની સર્વાનુમતે થઈ પસંદગી.

mitramnews

Leave a Comment