Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

રાંદેરમાં પિતાના મિત્રે જ દીકરી સમાન યુવતી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ, થઈ ધરપકડ.

વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ તેરસ ને મંગળવાર.
⇒ સતર્ક મિત્રમ, સુરત.

સુરતના રાંદેર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, ઘરે આવતા મિત્રે જ મિત્રની 23 વર્ષીય દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ મિત્રને પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાંદેરમાં રહેતા એક શખ્સની મિત્રતા ફેબ્રિકેશનના વેપાર સાથે સંકળાયેલા 53 વર્ષીય નવીન ડાવરા સાથે થઈ હતી. મિત્રતાનો સંબંધ હોવાથી નવીન નાસ્તો આપવાના બહાને વારંવાર શખ્સના ઘરે જતો હતો. દરમિયાન આ હેવાનની નજર મિત્રની 23 વર્ષીય દીકરી પર પડી. એક વખત જ્યારે નવીન રાંદેરમાં તેના મિત્રના ઘરે આવ્યો ત્યારે ઘરમાં માત્ર યુવતી એકલી હોવાથી તેની એકલતાનો લાભ લઈ નરાધમે પોતાની દીકરી સમાન યુવતી સાથે બળજબરી કરી તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.

ધાકધમકી આપી અને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ ગુજારતો
દુષ્કર્મ બાદ નરાધમે યુવતીને ધમકી આપી હોવાથી યુવતી ડરી ગઈ હતી અને આ મામલે પરિવારને જાણ કરી નહોતી. જોકે ત્યાર બાદ આ નવીન વારંવાર યુવતીને ધાકધમકી આપી અને બ્લેકમેલ કરી જોર જબરસ્તી શરીર સબંધ બાંધતો હતો. જો કે, આ સમગ્ર હકીકત યુવતીના પિતાને ધ્યાને આવતા તેમણે નરાધમ મિત્ર સામે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

સુરત મહાનગરની-૩, સુડાની-૧ અમદાવાદ મહાનગરની-૧ ભાવનગરની-૧ પ્રિલીમીનરી ટી.પી ને મુખ્યમંત્રીની મંજૂરી.

mitramnews

શું રાજસ્થાનમાં સચિન પાયલટને મળશે તાજ?

mitramnews

ફ્લાઈની અંદર કેરળના સીએમ વિરુદ્ધ કરવામાં આવી નારેબાજી, ઈન્ડિગોએ લગાવી નેતાઓ પર પાબંધી

mitramnews

Leave a Comment