વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ તેરસ ને મંગળવાર.
⇒ સતર્ક મિત્રમ, ભરૂચ.
ગરમીની શરૂઆત સાથે જ રસ્તા ઉપરનો ભ્રષ્ટાચાર ચમક્યો અને વિકાસ પીગળ્યો
હજુ થોડાજ સમય પહેલા સુરત મહાનગર પાલિકા દ્વારા ધનમોર કોમ્પ્લેક્સ થી નેતાજી સુભાસચન્દ્ર બોઝ બ્રિજ ને જોડતા અપ્રોચ રોડ ઉપર ડામર રોડ સવારે બનાવેલ તે બપોરની ગરમીમાં પીગળવાની ઘટના બની હતી.
ત્યાંજ રોડ ઉપરના ડામર પીગળવાની બીજી ઘટના સામે આવી છે.
ભરૂચ પંથકમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ વર્ષે ગરમી ભરૂચ નગરપાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલે એવા અણસાર આવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જનહિતના કામોમાં પણ ભ્રષ્ટાચારનું આચરણ કરે છે.
નગરપાલિકા દ્વારા જે નવા રસ્તા તૈયર્ કરવામાં આવ્યા અથવા તો જે રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું તે બધામાં કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરવામાં આવે છે તે બાબત હવે “ઓપન સિક્રેટ” બાબત બની ગઇ છે ભરૂચમાં રહેતા લોકો પણ હવે આ બાબત સમજી ચૂક્યા છે. જ્યારે ઉનાળાની હજી શરૂઆત થઈ છે ત્યારે અત્યાર થીજ સડકનો ડામર પીગળવા માંડ્યો છે. જેમની પાસે પગરખાંના પણ પૈસા નથી તેવા ગરીબ લોકોના પગના તળિયામા ભરૂચ નગરપાલિકાના રસ્તાનો પીગળતો ડામર ચટાકા ભરી દઝાડી રહયો છે. યે રાસ્તે હે પ્યાર કે ચલના સભલ સભલ કે. ની જેમ લોકો. યે. રાસ્તે હે નગરપાલિકા કે.ચલના સભલ સભલ કે. ગાવાની ફરજ પડી રહી છે.