Mitram News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચારમુખ્ય સમાચાર

ઇમરાન ખાનને મોટી રાહત, ઇસ્લામાબાદ હાઈકોર્ટે અલ કાદિર ટ્રસ્ટ કેસમાં જામીન આપ્યા

વિક્રમ સંવત 2079, વૈશાખ વદ સાતમ ને શુક્રવાર.
⇒ આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને શુક્રવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં કોર્ટે ઇમરાન ખાનને બે અઠવાડિયાના જામીન આપ્યા છે. ઇમરાન ખાનને કડક સુરક્ષા વચ્ચે આગોતરા જામીન માટે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, એવી આશંકા છે કે 9 મેના રોજ હિંસા કેસમાં ઇમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. ઇમરાન ખાને ખુદ તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી છે.

આ પહેલા ઇસ્લામાબાદ હાઈકોર્ટે ઇમરાનને મોટી રાહત આપી હતી. કોર્ટે તોશાખાના કેસમાં ઇમરાન ખાન વિરુદ્ધ સુનાવણી પર રોક લગાવી દીધી છે. ઇમરાન ખાન વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ ચાલશે નહીં. પાકિસ્તાનના ચૂંટણી પંચે ક્રિમિનલ ટ્રાયલ માટે અરજી કરી હતી. ઇમરાનના હાજર થવા પહેલા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે અત્યાર સુધીમાં એક હજારથી વધુ પીટીઆઈ કાર્યકરોની ધરપકડ કરી છે.

સુપ્રીમ કોર્ટે ઇમરાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો

ગુરુવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની ધરપકડને અયોગ્ય ઠેરવતા તેમને કોર્ટ પરિસરમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ સરકાર અને સેના બંને બેકફૂટ પર આવી ગયા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને પણ મોટો ઝટકો લાગ્યો છે. શરીફની પાર્ટીના ઘણા નેતાઓ ચીફ જસ્ટિસ પર નિશાન સાધી રહ્યા છે.

કોર્ટમાં હાજર થતા પહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને ભારે પોલીસ સુરક્ષા વચ્ચે પોલીસ લાઈનના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. અહીંથી તેમને સીધા હાઈકોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે ઇમરાન ખાને પોતાના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે કસ્ટડી દરમિયાન તેમને લાકડીઓથી મારવામાં આવ્યા. આવું વર્તન ગુનેગારને પણ સ્વીકાર્ય નથી.

ઇમરાન ખાને કહ્યું કે તેમની સામે 145 કેસ નોંધાયા છે. તેમની આતંકવાદીની જેમ ધરપકડ કરવામાં આવી. તે જ સમયે, ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતાર મિનાલ્લાહની ત્રણ સભ્યોની બેંચે મંગળવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી તેમની ધરપકડ વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે તેમની વિરુદ્ધ ગેરકાયદે કાર્યવાહી કરવામાં આવી છે.

સેનાએ ઇમરાન ખાનની કોર્ટ પરિસરમાંથી ધરપકડ કરી હતી

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઇમરાન ખાનની મંગળવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાંથી અર્ધલશ્કરી દળોએ ધરપકડ કરી હતી. બેન્ચે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)ને સ્થાનિક સમય અનુસાર સાંજે 4.30 વાગ્યા સુધીમાં ઇમરાનને હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ખાનને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

અલકાદિર ટ્રસ્ટ કેસમાં તેમની ધરપકડ સામે પીટીઆઈના અધ્યક્ષની અરજીની સુનાવણી દરમિયાન પાક રેન્જર્સે જે રીતે તેમની ધરપકડ કરી તેના પર પણ બેન્ચે ભારે નારાજગી વ્યક્ત કરી. બેન્ચે અધિકારીઓને તેમની સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ બંદિયાલે ઇમરાનને કહ્યું, ‘તમને જોઈને સારું લાગ્યું. અમે માનીએ છીએ કે તમારી ધરપકડ ગેરકાયદેસર છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી કરવી જોઈએ અને તે જે પણ નિર્ણય આપે તે તમારે સ્વીકારવો પડશે.

Related posts

લાઈફસ્ટાઈલ / આખો દિવસ તરોતાજા રહેવા માટે સૂર્ય નમસ્કારથી કરો દિવસની શરૂઆત, કેટલીય સમસ્યાઓ થઈ જશે દૂર

mitramnews

અદાણી વિવાદ પર બોલ્યા શરદ પવાર, “જેપીસી કરતા સુપ્રીમ કોર્ટની કમિટીની તપાસ વધુ વિશ્વસનીય”

mitramnews

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહોત્સવમાં ભુતિયા પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લઈને શાળાનું નામ રોશન કર્યું હતું

mitramnews

Leave a Comment