Mitram News
આરોગ્ય મિત્રમતાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

હાર્ટ એટેકથી વધુ એક મોત, 3 સંતાનના પિતા ખુરશી પર બેઠા હતા, અચાનક છાતીમાં દુ:ખાવો થયો અને ઢળી પડ્યા, ડોક્ટરે મૃત જાહેર કર્યા

વિક્રમ સંવત 2079, વૈશાખ વદ સાતમ ને શુક્રવાર.
⇒ સતર્ક મિત્રમ, આરોગ્ય મિત્રમ, સુરત.

સુરતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના મામલા સતત વધી રહ્યા છે, જે એક ચિંતાની બાબત છે. ગઈકાલે સુરતમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે આજે એટલે કે ગુરુવારે પણ એક 45 વર્ષીય યુવકનું છાતીમાં દુ:ખાવો થતાં ઘરમાં જ ખુરશી પરથી ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો છે. 

સુરતના ભેસ્તાન વિસ્તારમાં 45 વર્ષીય ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ પરિવાર સાથે રહેતા હતા. તેઓ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ત્રણ સંતાન છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ડકુઆ રંકનિધિને કોઈ પણ ગંભીર બીમારી નહોતી. ગુરુવાર સવારે તેઓ ખુરશી પર બેઠા હતા. દરમિયાન અચાનક તેમને છાતીમાં દુઃખાવો થયો હતો. થોડી જ વારમાં તેઓ ખુરશી પરથી નીચે ઢળી પડ્યા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક હાર્ટ એટેકથી મોત થતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ મામલે પોલીસે હાલ અક્સમાતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હજુ ગઈકાલેજ સુરતમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા.

બુધવારે પણ સુરતમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. 27 વર્ષના વિકાસ લાખલાલ અને 46 વર્ષની  નેના રાઠોડનું હૃદય અચાનક ધબકતું બંધ થતા બંનેનું મૃત્યુ થયું છે. જ્યારે, છેલ્લા થોડા દિવસોમાં જ પાંચથી વધુ લોકોના મોત હાર્ટ એટેકથી થયા છે. પોસ્ટમોર્ટમમાં પણ પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની જ આશંકા દર્શાવવામાં આવી છે.

Related posts

mitramnews

ફાઉન્ટનહેડ સ્કુલ ની બસ સાથે મહિલા કર ચાલકનો અકસ્માત

mitramnews

પાલ અટલ આશ્રમમાં આજે હનુમાન દાદાને 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ ધરાવાશે, જાણો તૈયાર કરવામાં કેટલી સામગ્રી વપરાઈ

mitramnews

Leave a Comment