વિક્રમ સંવત 2079, જેઠ સુદ તેરસ ને શુક્રવાર
સતર્ક મિત્રમ, જુનાગઢ.
ભીમ અગિયારસ આવતા જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે પરંતુ પોલીસે છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં વિસાવદરમાંથી સાગર વિઠ્ઠલ સોલંકી સહિત ત્રણ 5150 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે ખોડીયારપરા વિસ્તારમાંથી વિપુલ કનુ સહિત છ શખ્સો 46550 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડાયા હતા ભેંસાણ તાલુકાના ધારી ગુંદાળીમાંથી જગુ રાવત સહિત પાંચ 5060 ના મુદ્દામાલ સાથે પકડાયા હતા કેશોદ તાલુકાના બાલાગામમાંથી રાહુલ શાંતિ સહિત ત્રણ શખ 4760 ના મુદ્દામાલ સાથે પકડાયા હતા જ્યારે વજુ ગોવા સહિત છ શખ્સો નાસી ગયા હતા. જ્યારે વંથલી તાલુકાના ધંધુસરમાંથી રાંભીબેન વેજા સહિત 8 મહિલાઓ 52965 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો બાંટવામાંથી દિલીપ દેવજી કુકડીયા સહિત પાંચ શખ્સો 10430 ના મુદ્દામાલ સાથે પકડાયા હતા ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા જગદીશ કાનજી મોવલીયા સહિત 15 શખ્સો 17450 ના મુદ્દામાલ સાથે પકડાયા હતા ભેંસાણ તાલુકાના ખંભાળિયાની સીમમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા અમિત છગન શિંગાળા સહિત નવ શખ્સો 551710 ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. જુનાગઢ તાલુકાના ચોકલીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા અજય રમેશ મકવાણા સહિત પાંચ શખ્સ 12250 ના મુદ્દામાલ સાથે પકડાયા હતા