Mitram News
અમદાવાદતાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચાર

રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

Ψ વિક્રમ સંવત 2079, જેઠ સુદ તેરસ ને શુક્રવાર
⇒ ધર્મ યાત્રા પ્રવાસ, અમદાવાદ.

અમદાવાદમાં આગામી તારીખ 20/06/2023, અષાઢી બીજને મંગળવાર ના દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રા કોટ વિસ્તારમાં નિકળશે. ત્યારે રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ક્રાઈમબ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું. રથયાત્રા રુટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર પોલીલ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.

રુટના થ્રીડી મેપિંગ સાથે હાઈટેક રીતે રથયાત્રા યોજવામાં આવશે. જેમાં દરેક સ્તરે તૈયારીઓ થઈ રહી છે ત્યારે સુરક્ષા, વ્યવસ્થાનું પણ વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવશે. રથયાત્રાનો 22 કિમી જેટલો રુટ હોય છે ત્યારે આ રુટ પર થ્રીડી મેપિંગ પણ કરાશે આ સાથે હાઈટેક રથયાત્રા આ વખતે યોજવામાં આવશે. 

અમદાવાદમાં મોટી સંખ્યામાં ભક્તિ ભાવ સાથે રથયાત્રાનું રંગેચંગે આયોજન કરવામાં આવે છે ત્યારે મંદિરથી સરસપુર તેમજ કોટ વિસ્તારમાં રથયાત્રા ભગવાન જગન્નાનથી નિકળે છે. ગુજરાત તેમજ દેશભરમાંથી ભાવી ભક્તો આ રથયાત્રામાં ભાગ લેતા હોય છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે.  આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોનમેપિંગથી નજર રાખવામાં આવી રહી છે.  રથયાત્રામાં દર વખતે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત રહે છે ત્યારે અત્યાધુનિક ટેકનોલોજી સાથે પોલીસના જવાનો આ વખતે પણ રથયાત્રા દરમિયાન સજ્જ જોવા મળશે.

Related posts

જો તમને 40 થઈ રહ્યા છે તો આ રીતે કરો ત્વચાની કાળજી, વધતી ઉંમરની કોઈ અસર નહીં થાય.

mitramnews

રમઝાનના પવિત્ર મહિનામાં જેરૂસલેમમાં રોકેટ હુમલો, પેલેસ્ટિનિયનોએ પોતાને અલ-અક્સા મસ્જિદમાં બંધ કર્યા

mitramnews

રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ માટે સહમત નહીં થાય તો અશોક ગેહલોત ઉમેદવારી નોંધાવશે

mitramnews

Leave a Comment