Ψ વિક્રમ સંવત 2079, જેઠ વદ ત્રીજ ને મંગળવાર.
⇒ સતર્ક મિત્રમ, રાજકોટ.
દિવસે ને દિવસે રાજકોટમાં ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે. લોકો ટૂંક સમયમાં માલામાલ થવા અને પૈસા કમાવવા ખોટા રસ્તે જઈ રહ્યા છે અને ચોરી લૂંટ ચલાવી ગેર કાનૂની કામ કરી રહ્યા છે. અને ગુનેગારને જાણે કાયદા વ્યવસ્થાની કોઈ બીક રહી જ નથી તેમ ગુનેગાર ગુનો આચરી રહ્યો છે. આજ કાલ કોઈ ઉપર ભરોસા કરવા જેવું રહ્યું નથી. તમારા જ ઘરે કામ કરવા આવતી મહિલા જ તમને લૂંટીને ચાલી જાય તમને ખબર પણ નહી પડે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં રહેતા એક પરિવારને ત્યાં ઘર કામ કરવા જતી મહિલાએ પોતાના જ માલિકના ઘરમાં પતિની મદદથી લૂંટ ચલાવી. મળતી માહિતી અનુસાર રાજકોટમાં કોહિનૂર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારને ત્યાં સુશીલા નામની નેપાળી મહિલા ૪ માસથી કામ કરવા આવે છે. આજે મોકો જોઈ કામ કરવા આવતી નેપાળી મહિલાએ ખાવામાં ઊંઘની ગોળી આપી યુવકને બેભાન કરી દીધી અને યુવકની માતાને બંધી બનાવી પોતાના પતિને બોલાવી ઘરમાં ૧૫.૨૫ લાખની લૂટ ચલાવી ઉડાન છું થઈ ગઈ. એપાર્ટમેન્ટમાં રહેલ સીસીટીવી કેમેરામાં બંને દંપતિ કેદ થાય છે જેની મદદથી પોલીસે ચોરી કરનાર નેપાળી દંપતીની શોધખોળ શરુ કરી છે.