Ψ વિક્રમ સંવત 2079, જેઠ વદ ચૌદશ ને શનિવાર.
⇒ આરોગ્ય મિત્રમ
મીઠા લીમડાનો ઉપયોગ ઘણી બધી રેસીપીમાં થતો હોય છે.
સાઉથ ઇન્ડિયન રેસીપી માં વધારે લીમડાના પાનનો ઉપયોગ થાય છે. મીઠા લીમડાના પાન ખાવાનો સ્વાદ વધારી દે છે. તેનો વઘાર કરવાથી જ ખુશ્બુ વધી જાય છે. મીઠા લમડાના પાન સ્વાદ સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે.
લીમડાના પાન તમારા શરીરને અનેક બીમારીઓથી બચાવી શકે છે. જો દરરોજ તમે લીમડાના પાન ખાવો છો તો તેનાથી તમારા શરીરને અદભુત ફાયદાઓ મળે છે. દરરોજ સવારે થોડા લીમડાના પાન ચાવીને ખાઈ જવા જોઈએ. આવું કરવાથી અનેક નાની મોટી બીમારીઓ તમારા શરીરથી દૂર રહે છે. આજે આપણે લીમડાના પાન ખાવાથી થનારા ફાયદાઓ વિશે વાત કરીશું.
મીઠા લીમડાના પાન ચાવીને ખાવાથી તમને વેટ લોસ કરવામાં મદદ મળે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે મીઠા લીમડાના પાન ખાવા જોઈએ.
- આ સિવાય કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવા માટે પણ તમે મીઠા લીમડાના પાન ખાઈ શકો છો.
- જો તમને વાળને લગતી સમસ્યાઓ હોય તો તમારે કરી પત્તા ચાવીને ખાવા જોઈએ. આવું કરવાથી તમારા વાળ ખરતા બંધ થાય છે.
- મીઠા લીમડાના પાન ખાવાથી તમારું શરીર એનર્જી થી ભરપૂર રહે છે. લીમડાના પાન ચાવીને ખાવાથી તમારા ડાયજેશન સિસ્ટમમાં સુધાર થાય છે.
- લીમડાના પાન ચાવીને ખાવાથી તમારા શરીરની શુદ્ધિ થાય છે. લીમડાના પાન સવારે ખાવાથી તમારા શરીરના હાનકારક પદાર્થ બહાર નીકળી જાય છે.
આથી તમે પણ મીઠા લીમડાનું સેવન ચોક્કસથી કરો.