Ψ વિક્રમ સંવત 2079, શ્રાવણ સુદ બીજ.
⇒ અમદાવાદ
અમદાવાદમાં નારોલના હાઈફાઈ વિસ્તારમાં સ્કૂલ રીક્ષા પલટી મારી જતા અંદર રહેલા બાળકો કાદવમાં પડી ગયા હતા. ખરાબ રસ્તો અને પાણી ભરાવાની સમસ્યાના કારણે વાહનો અહીં ફસાઈ જાય છે. દિવસો સુધી પાણીનો નિકાલ ન થતા કાદવ આ વિસ્તારમાં થઈ જાય છે જેના કારણે આ રીક્ષા પણ અહીં પલટી ખાઈ ગઈ હતી. બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. શું આ પરિસ્થિતિ માટે જવાબદાર સામે કોઈ પગલાં લેવાશે કે ફક્ત સામાન્ય પ્રજા પાસે એક ની ને બીજા સ્વરૂપે દંડ વસૂલવામાંજ પોતાની શાન ગણાવવામાં આવશે.
ખરાબ રસ્તાના કારણે બાળકો સાથે સ્કૂલ રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. એએમસી દ્વારા રસ્તાનું યોગ્ય રીપેરીંગ ન કરાતા બાળકો ભરેલી રીક્ષા પલટી મારતા બાળકો કાદવમાં પડ્યા હતા. લોકો પણ આ પ્રકારના રસ્તાથી પરેશાન થઈ ગયા છે.
એએમસીના વિસ્તારની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. નારોલ વિસ્તારમાં ખરા અર્થમાં આ તસવીર પરથી સ્થિતિનો તાગ મેળવી શકાય છે. જો કે, આ રીક્ષા પલટી ખાઈ જતા બાળકોને ત્યાંના લોકોએ બહાર કાઢ્યા. જેમાં બે ત્રણ બાળકોને થોડી ઈજા પણ પહોંચી હતી.
રસ્તા વિશે સ્થાનિકો કહે છે કે, લોકોને નિકળવા માટે પણ જગ્યા પણ નથી. દિવસમાં ઘણી ગાડીઓ ફસાઈ જવાની ઘટનાઓ પણ બને છે તેવું ત્યાંના સ્થાનિકોનું કહેવું છે. ગટર ચોકઅપ થઈ જતા તેમજ વરસાદી પાણીનો નિકાલ ન થતા આ સ્થિતિ નિર્માણ થઈ રહી છે. બીજી તરફ આજુ બાજુ સ્કૂલો પણ છે અને બાળકો અહીં આવતા વિદ્યાર્થીઓની રીક્ષા ફસાઈ જાય છે.