Mitram News
મનોરંજન

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

અભૂતપૂર્વ સફળતા કોને કહેવાય? જો કોઈ એવું પૂછે તો તેનો સહજ જવાબ છે બોરીવલી મા યોજાનાર “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’’. સફળતાનું આ સતત છઠુ વર્ષ છે, લોકોના પ્રેમ અને ઉત્સાહ ને કારણે ફાલ્ગુની પાઠક વધુ એક વખત બોરીવલીમાં ખેલૈયાઓને ઝુમાવવા આવી રહી છે. ‘ગરબા ક્વીન’ ના બિરુદ થી વિભૂષિત ફાલ્ગુ પાઠક સતત છઠ્ઠી વાર બોરીવલીમાં ‘શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા આયોજિત નવરાત્રોત્સવમાં ગરબાની રમઝટ બોલાવશે. 

બોરીવલી વેસ્ટનાં સ્વર્ગસ્થ શ્રી પ્રમોદ મહાજન ગ્રાઉન્ડમાં અત્યાધુનિક સગવડતાઓથી સજ્જ કરવામાં આવી રહ્યુ છે. એ માટે ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટીના હસ્તે નું ભુમીપુજન થઈ ગયુ છે એટલે હવે ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે સજી રહ્યુ છે. વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવને વધાવવા માટે “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’ માં મોટી સંખ્યામાં બોલિવૂડના સુપરસ્ટાર પહોંચવાના છે.  જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ગત વર્ષે અહીં રુત્વિક રોશન, રશ્મિકા માંદાના, રુપાલી ગાંગુલી સહિત અનેક સુપરસ્ટારો હાજર રહ્યાં હતા. અને આ વર્ષે પણ ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે ખુબ મોટા સરપ્રાઈઝિસ છે.

 

ફાલ્ગુની પાઠક ની એન્ટ્રી કેવી હશે? 

 

મુંબઈ શહેરની દરેક દિશામાં નવરાત્રી તો થાય જ છે પણ  ખેલૈયાઓ માટે અસ્સલ નવરાત્રી એટલે ગરબા ક્વિન ફાગ્લુની પાઠકની નવરાત્રી – “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’’. પ્રતિવર્ષ ફાલ્ગુની પાઠક નવરાત્રીમાં સ્ટેજ પર એન્ટ્રી કઈ રીતે કરશે તે એક સરપ્રાઈઝ હોય છે.  આ દ્રશ્યને નિહાળવા માટે ગરબા રસીકો મોટી સંખ્યામાં સ્ટેજની આસપાસ એકઠા થઈ જાય છે.  ત્યારે આ વર્ષે ફાલ્ગુની પાઠકની એન્ટ્રી કેવી હશે? તે સંદર્ભે લોકોમાં ઘણી ઉત્સુકતા છે. નવરાત્રી દરમ્યાન રાત્રે 10 ના ટકોરે ફાલ્ગુની પાઠક દ્વારા “વિઠ્ઠલ વિઠ્ઠલ” ની ધૂન ખેલૈયાઓ આખુ વર્ષ યાદ રાખે છે. પ્રતિવર્ષ “ રાધે રાધે”  ના સંગીતમય પારંપારીક ગરબા વચ્ચે બોલીવુડ ના ગીતો, ડાકલાનાં તાલે લેવાતા માતાજીનાં ગરબા અને મરાઠી ભજન એવા લય તાલ અને સૂરમાં પરોવાયેલા હોય છે. ત્યારે આ વર્ષે ફાલ્ગુની પાઠક કયા નવા ગરબા અને ગીતો લઈને આવી રહી છે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  

 

ખેલૈયાઓ માટે વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ છે

 

મુંબઈની સૌથી મોટી નવરાત્રી ની તડામાર તૈયારીઓ ચાલુ છે.  આ નવરાત્રી મુંબઈના સૌથી મોટા એટલે કે 13 એકરના વિશાળ મેદાનમાં થશે. ખેલૈયાઓ માટે 2 લાખ સ્ક્વેર ફૂટનું વુડન પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે.  આ મેદાનમાં એક સાથે 40000 ખેલૈયાઓ  ગરબા રમી શકશે.  આશરે 1000 કાર-પાર્કિંગ ની ક્ષમતા  તૈયાર કરવામાં આવી છે. કડક સુરક્ષા  વ્યવસ્થા માટે ૨૦૦ થી વધુ બાઉન્સર્સ, 100 થી વધુ સીસીટીવી કેમેરા, 100થી વધુ વોલિન્ટિયર્સ, 30 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરર્સ, અગ્નિશમન દળના 10 જવાનોની ટૂકડીવાળી એક ટ્રક  તેમજ ડૉક્ટર સહિત ઍમ્બ્યુલન્સની સુવિધાઓ  ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

 

શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023  સાથે સંકળાયેલા આયોજકો અને સ્પોન્સર્સ. 

 

શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023 ની આયોજન સમિતીમાં સંતોષ સિંગ,  શિવા શેટ્ટી, હર્ષિલ લાલાજી, જીગ્નેશ હિરાની, રુષભ વસા, સંજય જૈન, રાજુ દેસાઈ, વિનય જૈન જેવા નામવંતા મહાનુભાવો શામેલ છે, આ ઉપરાંત “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’ ને સફળ બનાવવા માટે અનેક કંપનીઓ સાથે આવી છે.  ચાલુ વર્ષે નવરાત્રી ના પ્રેઝેન્ટિંગ પાર્ટનર જેએનવી ઈન્ફા, પાવર્ડ બાય ટ્રાન્સકોન, બ્રોડકાસ્ટ પાર્ટનર કલર્સ ગુજરાતી, ટિકિટ પાર્ટનર bookmyshow, આઉટડોર પાર્ટનર બ્રાઈટ એડવર્ટાઈઝિંગ છે. 

 

પાસ ક્યાંથી મેળવશો

 

“શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’  ના પાસ  બુક માય શો પર ઉપલબ્ધ છે.  અહીં લોગીન કરીને સરળતાથી પાસ મેળવી શકાય છે.  આ ઉપરાંત નવરાત્રી દરમિયાન જે સ્થળે નવરાત્રીનું આયોજન છે ત્યાંથી પણ પાસ મેળવી શકાય છે.  જોકે મર્યાદિત માત્રામાં પાસે અવેલેબલ હોવાને કારણે વહેલામાં વહેલી તકે ઓનલાઇન પાસ ખરીદવા યોગ્ય રહેશે. અત્રે નોંધનીય છે કે પાસીસ માત્ર ઓનલાઈન અથવા ગરબાના સ્થળ પર જ ઉપલબ્ધ છે. આથી યોગ્ય સ્થાનેથી ખરીદશો. 

 

નવરાત્રીના માધ્યમથી ચેરિટી નું કામ 

 

આ નવરાત્રી ઉત્સવના આયોજક શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ છે. કંપનીના ડાયરેક્ટર સંતોષ સિંહે જાહેરાત કરી છે કે પ્રતિવર્ષ અમે આ પ્રકારે એક અથવા બીજા કારણોથી ડોનેશન કરીએ છીએ.  આ વર્ષે અમે ફરી એક વખત ચેરીટીનું કામ કરશું, તેમજ અમે ચેરીટીમાં કેન્સર પિડીતો માટે 21 લાખ રુપીયાનું ડોનેશન આપવાનો સંકલ્પ કર્યો છે. .

Related posts

કલર્સના આગામી શો ‘સુહાગન’માં બાળ કલાકારો આકૃતિ શર્મા અને કુરંગી વી નાગરાજ મુખ્ય ભૂમિકા ભજવશે

mitramnews

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ‘નૈતિક’એ અલગ થયા બાદ પત્ની પર લગાવ્યો સૌથી ગંભીર આરોપ, કહ્યું- જે ભાઈને રાખડી બાંધતી હતી તેની સાથે જ…

mitramnews

દેવાયત ખવડની મુશ્કેલી વધી: કોર્ટે જામીન અરજી ફગાવી, જેલવાસ લંબાવ્યો

mitramnews

Leave a Comment