Ψ વિક્રમ સંવત 2079, ભાદરવા વદ દશમ.
⇒ રાજકીય
ભારતીય ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્ય માટે વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરવામાં આવી.
આજે તારીખ 09/10/2023 નારોજ ભારતીય ચૂંટની પંચ દ્વારા પાંચ રાજ્યો માટે ચૂંટણી ની તથા તેના પરિણામ માટેની તારીખ ની જાહેરાત કરવામાં આવી.
તમામ રાજ્યની ચૂંટણીનું પરિણામ એક સાથે 03/12/2023 ના રોજ જાહેર કરવામાં આવશે.
2024 માં આવનાર લોકસભા ની ચૂંટણી પહેલા આવનાર રાજ્યોની આ ચૂંટણી ભાજપ, કોંગ્રેસ તેમજ આપ જેવા રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત ઘણા પ્રાદેશિક પક્ષો માટે પણ અતિ મહત્વની સાબિત થઇ રહેશે.
રાજસ્થાન માં તારીખ 23મી નવેમ્બર 2023 ના રોજ ચૂંટણી યોજાશે.
199 બેઠકો માટે પાંચ કરોડ મતદાતાઓ તેમના જનનેતા ને પસંદ કરવા તારીખ 23 નવેમ્બરના રોજ મતદાન કરશે. રાજસ્થાન ના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત ના કરેલા કામો તથા ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે ચાલતો ગજ ગ્રહ અસર કરશે ? થોડાજ સમય પહેલા પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરારાજે હાલના મુખ્ય મંત્રી સાથે ની મુલાકાત પણ ઘણું કહી જાય છે. હવે જોવાનું એ રહે કે મતદાતાઓ કોની ઝોળી માં સત્તા ની ભેંટ નાખે છે.
એ ઉપરાંત તારીખ 07મી નવેમ્બર ના રોજ મિઝોરમ તેમજ મધ્યપ્રદેશ તથા તેલંગાણા માં 30મી નવેમ્બર ની રોજ ચૂંટણી થશે. છત્તીસ ગઢ માં બે તબક્કામાં તારીખ 7મી નવેમ્બર તથા 17મી નવેમ્બર ના રોજ ચૂંટણી થશે.
જોવાનું એ રહેશે કે શું? તેલંગાણા માં કે.સી.આર. ત્રીજી વખત મુખ્યમંત્રી બને છે કે અન્ય કિએ વિકલ્પ જનતા પસંદ કરશે. એજ રીતે મધ્યપ્રદેશ માં શિવરાજ ચૌહાણ ફરી મુખ્ય મંત્રી બને છે કે નહિ ? આ તમામ અટકળોનો અંત તારીખ 3જી ડિસેમ્બરે આવીજ જશે પરંતુ જેતે રાજ્ય ની જનતા ને વચનો ની લ્હાણી ખુબ મળશે.
અત્રે ખાસ એ જોવાનું કે શું જાતિવાદ નું ભૂત ફરી ધૂણશે કે વિકાસ, મોંઘવારી, બેકારી, ભ્રસ્ટાચાર ને લોકો મુદ્દો ગણી મતદાન કરશે?